રાજ્યમાં કોરોનાના વધુ ૫૭૨ કેસ સાથે કેસ ૨૯ હજારને પાર , કોરોનાના કારણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક ૧૭૩૬, ૭૦ દર્દીઓ વેન્ટીલેટર પર
રાજ્યમાં કોરોના વાયરસના દરરોજના સતત ૫૦૦થી વધુ કેસો સપાટીએ આવી રહ્યા છે. આજે ૧૨માં દિવસે પણ છેલ્લા ૨૪ કલાકમાં ૫૭૨ કેસ નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમીતનો આંકડો ૨૯ હજારને પાર થઈ ૨૯૦૦૧ થયો છે. રાજ્યમાં કોરોનાને લીધે વધુ ૨૫ વ્યક્તિઓના મોત થયા છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૧૭૩૬ રાજ્યમાં થયો છે. આજે ૫૭૫ વ્યક્તિઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં ડિસ્ચાર્જ થવાનો કુલ આંકડો ૨૧ હજારને પાર થઈ ૨૧૦૯૬ થયો છે. રાજ્યમાં આજની સ્થિતિએ વેન્ટીલેટર પર ૭૦ દર્દી છે. રાજ્યમાં સતત કોરોના મહામારી ફેલાઈ રહી છે. હાલમાં રાજ્યના ૮ કોર્પોરેશન વિસ્તાર અને ૨૬ જિલ્લામાં કોરોના મહામારી વિસ્તરી ચુકી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૫, સુરત કોર્પોરેશનમાં ૫, પાટણમાં ૨, જામનગર કોર્પોરેશનમાં ૧, સાબરકાંઠામાં ૧ અને ગીર સોમનાથમાં ૧ એમ ૨૫ દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં આજે કોવિડ-૧૯ના ૨૧૫ કેસ નોંધાયા છે. જે બે મહિનાની સરખામણીમાં સૌથી ઓછા કેસ કહેવાય. આ સાથે અમદાવાદ કોર્પોરેશન અને જિલ્લામાં કોરોના સંક્રમીતનો કુલ આંકડો ૧૯૬૦૧ થયો છે અને વધુ ૧૫ મોત નોંધાતા ૧૩૭૮ થયા છે, આજના ૪૦૦ સાથે ૧૪૮૦૦ જેટલા દર્દીઓને કુલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં બીજા ક્રમાંકે સુરતમાં આજે સતત પાંચમાં દિવસે સૌથી વધુ પોઝિટિવ કેસ ૧૭૨ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા છે. આ સાથે કોરોના સંક્રમીતનો કુલ આંકડો ૩૭૧૨ અને ૨૪ કલાકમાં વધુ ૫ મોત સાથે મૃત્યુઆંક ૧૩૯ થયો છે. વડોદરા કોર્પોરેશન અને જિલ્લામાં ૨૪ કલાકમાં કોરોના પોઝિટિવના ૪૫ દર્દી ઉમેરાતા કુલ સંક્રમીતનો આંકડો ૧૯૮૫ થયો છે. જ્યારે ગાંધીનગર કોર્પોરેશન અને જિલ્લામાં થઈ વધુ ૭ દર્દી કોરોનાના આજે ઉમેરાતા ૫૮૭ કુલ સંક્રમીતનો આંકડો થયો છે. રાજ્યમાં અન્ય જિલ્લા અને કોર્પોરેશનમાં આજે નોંધાયેલા કોરોનાના કેસ આ મુજબ છે. જામનગર કોર્પોરેશન ૧૨ અને જિલ્લામાં ૧, ભરૂચમાં ૧૦, રાજકોટ કોર્પોરેશનમાં ૯ અને જિલ્લામાં ૪, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, નર્મદામાં ૯, અરવલ્લીમાં ૭, નવસારીમાં ૬, કચ્છ, ગીરસોમનાથ અને વલસાડમાં ૫, મહેસાણા, અમરેલીમાં ૪, ભાવનગર કોર્પોરેશનમાં ૩, મહીસાગર, પાટણ, ખેડા, છોટા ઉદેપુરમાં ૩-૩ જુનાગઢ કોર્પોરેશન અને જિલ્લામાં ૨-૨ ભાવનગરમાં ૨, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, જામનગર અને દાહોદમાં ૧-૧ નોંધાયા છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસ ૬૧૬૯ છે. જેમાં વેન્ટીલેટર પર ૭૦ અને સ્ટેબલ ૬૦૯૯ છે. રાજ્યમાં આજે ૫૭૫૪ ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધીમાં કુલ ૩૪૦૦૮૦ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૨,૨૯,૧૩૭ વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૨,૨૫,૨૫૧ હોમ ક્વોરોન્ટાઇન છે અને ૩૮૮૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરોન્ટાઇન રાખવામાં આવ્યા છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/