પાંચ હત્યાને અંજામ આપનારો ગુજરાત ATS હાથે ઝડપાયો , આરોપી મોજશોખ પૂરા કરવા માટે ૨૫થી ૩૦ હજારની લાલચમાં લૂંટ અને હત્યા કરી સિરિયલ કિલર બની ગયો
પાંચ હત્યાને અંજામ આપનારો ગુજરાત ATS હાથે ઝડપાયો , આરોપી મોજશોખ પૂરા કરવા માટે ૨૫થી ૩૦ હજારની લાલચમાં લૂંટ અને હત્યા કરી સિરિયલ કિલર બની ગયો
આશરે ૧૧ વર્ષ પહેલા ગુજરાતમાં બનેલા પાંચ જેટલી લૂંટ વીથ મર્ડરના ગુનાના ફરાર આરોપીની ગુજરાત ATS ધરપકડ કરી છે. સુખી સંપન્ન પરિવારમાંથી આવતો આ આરોપી મોજશોખ પૂરા કરવા માટે ૨૫થી ૩૦ હજારની લાલચમાં લૂંટ અને હત્યા કરી સિરિયલ કિલર બની ગયો હતો. સુખી પરિવારમાંથી આવતા આ આરોપીને આખરે કેમ હત્યા અને લૂંટનો માર્ગ અપનાવવો પડયો તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ગુજરાત એટીએસની ટીમ ત્રણ માસથી એક બાતમીના આધારે સુરતમાં તપાસમાં હતી. દરમિયાન અસ્લમ ઉર્ફે અમન શેખ એટીએસના હાથે આવી ગયો હતો. આરોપી મૂળ બાલાસિનોરનો વતની છે. છેલ્લા ૧૧ વર્ષથી તે સુરતમા છૂપાઈને રહેતો હતો. આરોપી અસ્લમ અને તેના ૫ સાગરીતોએ મળી વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૧ના સમયગાળામાં ૫ હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો. આરોપી અસ્લમ અને તેની ગેંગ ટ્રેકટર લઈને જતા લોકોને ટાર્ગેટ કરતા હતા અને લૂંટ ચલાવતા હતા. ઉપરાંત ડ્રાઈવરના હાથ પગ બાંધી જીવતો પાણીમાં નાખી હત્યા કરતા હતા. આ ગેંગે ૧૦ ટ્રેકટર, ૧૨ ટ્રોલી અને એક બાઈકની લૂંટ કરી હતી. ગુજરાત એટીએસના ડીવાયએસપી કે. કે. પટેલે જણાવ્યુ હતુ કે, અસ્લમ શેખની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેના પિતા કરીમભાઈ શેખ બાલાસિનોર પાસે એક પેટ્રોલપંર અને ટ્રેક્ટરની એજન્સી ધરાવતા હતા. પરંતુ મિત્રોના રવાડે ચડેલા અસ્લમે કોઠંબા, દેહગામ, મોડાસા અને છોટાઉદેપુર ખાતે હત્યા અને લૂંટને અંજામ આપ્યો હતો. ઉપરાંત ગુનાની દુનિયા છોડયા બાદ અસ્લમ હિન્દુ બનીને ૧૧ વર્ષથી રહેતો હતો. લાલાભાઈ કમલેશભાઈ પટેલના નામથી સુરતના વેસુ વિસ્તારમાં રહેતો હતો અને ખાનગી હાસ્પિટલમાં નોકરી કરતો હતો. હાસ્પિટલમાં નોકરી દરમિયાન તેણે એક હિન્દુ યુવતી સાથે લગ્ન પણ કર્યા છે અને ત્રણ બાળકો પણ છે. વર્ષ ૨૦૧૧માં છેલ્લી હત્યા અને લૂંટ ચલાવ્યા બાદ અસ્લમ પહેલા અજમેર, ગોવા અને બાદમાં સુરત આવી સ્થાયી થઈ ગયો હતો. શામળાજી હાઈવે પર એક હત્યાના ગુનામાં તેના સાથીદારો ઝડપાઈ જતા તે ગોવા ગયો હતો અને ત્યાં એક હોટલમાં નોકરીએ લાગી ગયો હતો. બાદમાં સુરત રેલવે સ્ટેશન આવીને મજૂરો સાથે વાતો કરી નોકરીની જરૂરિયાત હોવાનું જણાવી હજીરામાં એક કંપનીમાં પોતાનું નામ લાલા પટેલ આપીને એક વર્ષ રહ્યો હતો. બાદમાં હાસ્પિટલમાં નોકરીએ લાગ્યો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે હવે એ દિશામાં તપાસ હાથ ધરી છે કે આરોપીએ બોગસ દસ્તાવેજા કોની પાસે અને ક્યાંથી બનાવ્યા હતા.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/