સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કોન્ટ્રાકટ કર્મચારીઓ નું શોષણ થતું અટકાવવા સર્વ સમાજ સેના દ્વારા આરોગ્ય સચિવ ને આવેદનપત્ર આપવામાં આવ્યું,
આવેદન પત્ર માં લખ્યું હતું કે આરોગ્ય વિભાગના મુખ્ય સચિવને જાણ કરવાની કે, અમો વર્ગ -૩ અને વર્ગ
૪ ના આશરે ૧૮૦૦ કર્મચારીઓ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાકટ સિસ્ટમથી છેલ્લા ૧૨ વર્ષથી રાજદીપ એન્ટર પ્રાઈઝ હસ્તગત કરીએ છે. આપને જાણ કરતા દુઃખ થાય છે કે, આ કોન્ટ્રાક્ટર રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાતથી ઉપર જઈ પોતાની મનમાની કરી રહ્યા છે. છતાં આરોગ્ય વિભાગ શાંત રહી કોન્ટ્રાક્ટરને તેની ધાક જમાવવા માટે આંચરિક રીતે સહયોગ કરી રહ્યાં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેના કારણે આપ શ્રી આરોગ્ય મંત્રીના વિરોધમાં કામ કરી રહ્યાં હોવાનું પણ જણાય છે. આટલો મોટો આક્ષેપ લગાવવા પાછળનું મૂળ કારણ એટલે કે, ૬ મહિના પહેલા શ્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી હતી કે, આ વર્ગ -૩ અને ૪ ના કર્મચારીઓ/ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સીધો ગાંધીનગરથી પગાર ચુકવવામાં આવશે. પરંતુ આ જાહેરાતની અવગણના કરી હજુ પણ રાજદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા જ કર્મચારીઓને પગાર ચુકવાય છે. જેથી નીતિન પટેલની જાહેરાતને ખોટી પાડવાનું કાર્ય આપ શ્રીએ કર્યું છે. તેમાં પણ પગારમાં કાપ મુકીને અડધો જ પગાર ચુકવાય છે. પગાર સ્લીપ પણ
આપવમાં આવતી નથી. જેથી કર્મચારીઓને મળવાપાત્ર અને દસ્તાવેજમાં લખાતો પગાર અપાતો ન હોય
તે પણ સ્પષ્ટ છે. જેથી આપ મેડમને વિનંતી છે કે, ગાંધીનગરથી ચુકવાતા નાણાં અને કર્મચારીઓના વિગતોની તપાસ ખૂબ જ કડક રીતે કરવામાં આવે. આ સાથે જ ઈપીએફ કર્મચારીઓના પગારમાંથી કાપવામાં આવે છે અને કંપની રાજદીપ એન્ટરપ્રાઈઝ દ્વારા તેમના તરફથી ઈપીએફમાં કોઈ પણ પૈસા ઉમેરાતા નથી, આ
સિવાય પણ અમારુ અનેક રીતે શોષણ થઈ રહ્યું છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/