આરોગ્યગુજરાતદેશ દુનિયા

છેલ્લા ૨૪ કલાકમાં દ્વારકા, રાણાવાવમાં ૧૧ ઈંચ વરસાદ , રાજ્યના ૧૧૧ તાલુકાઓમાં વરસાદ

છેલ્લા ૨૪ કલાકમાં દ્વારકા, રાણાવાવમાં ૧૧ ઈંચ વરસાદ , રાજ્યના ૧૧૧ તાલુકાઓમાં વરસાદ

રાજયમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકામાં ૪૮૭ મી.મી. એટલે કે ૧૯ ઈચ, કલાયણપુરમાં ૩૫૫ મી.મી. એટલે કે ૧૪ ઈચ, દ્વારકામાં ૨૭૨ મી.મી. અને પોરબંદર જિલ્લાના રાણાવાવમાં ૨૭૦ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ૧૧ ઈચ જેટલો અને પોરબંદર તાલુકામાં ૨૬૯ મી.મી. એટલે કે ૧૦ ઈચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૬/૭/૨૦૨૦ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન કુતિયાણા તાલુકામાં ૨૦૯ મી.મી., વિસાવદરમાં ૨૦૧ મી.મી. અને મેંદરડામાં ૧૯૫ મી.મી. મળી કુલ ૩ તાલુકાઓમાં આઠ ઈંચ જેટલો, કેશોદમાં ૧૭૮ મી.મી., સુત્રાપાડમાં ૧૭૮ મી.મી., ભાણવડમાં ૧૭૪ મી.મી. મળી કુલ ૩ તાલુકાઓમાં સાત ઈંચ જેટલો, ટંકારામાં ૧૫૭ મી.મી., માણાવદરમાં ૧૫૪ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં છ ઈંચ અને વંથલીમાં ૧૨૩ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ ઉપરાંત ખાંભામાં ૯૭ મી.મી., વલસાડમાં ૯૦ મી.મી., કપરાડામાં ૮૯ મી.મી., ધ્રોલ અને માંગરોળમાં ૮૭ મી.મી., વેરાવળમાં ૮૬ મી.મી., લોધીકા ૮૫ મી.મી., ગીર ગઢડા અને ઉના ૮૪ મી.મી., ગણદેવી ૮૩ મી.મી., માળીય ૭૯ મી.મી., ચોર્યાસીમાં ૭૮ મી.મી., બગસરા ૭૬ મી.મી., લાલપુર, કોડિનાર અને મહુવામાં ૭૫ મી.મી., જામકંડોરણા અને ઉપલેટામાં ૭૨ મી.મી., તથા ધારીમાં ૭૧ મી.મી. મળી કુલ ૨૦ તાલુકાઓમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના ઉમરગામ તાલુકામાં ૭૦ મી.મી., વાંકાનેર અને ગઢડામાં ૬૯ મી.મી., માંડવી અને અમરેલીમાં ૬૭ મી.મી., ગોંડલ, રાજુલા અને સુરત શહેરમાં ૬૩ મી.મી., જેતપુરમાં ૬૨ મી.મી., ભીલોડામાં ૬૦ મી.મી., લાઠીમાં ૫૯ મી.મી., સાવરકુંડલા અને પલસાણામાં ૫૮ મી.મી., સાયલા અને વાડિયામાં ૫૪ મી.મી., કોટડા સાંગાણી અને ડોલવણમાં ૫૩ મી.મી., જાફરાબાદમાં ૫૨ મી.મી., ખેરગામમાં ૫૧ મી.મી., ચુડામાં ૫૦ મી.મી., તથા બારડોલીમાં ૪૯ મી.મી. મળી કુલ ૨૧ તાલુકાઓમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button