દેશમાં ૧૫૯ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૭ લાખને પાર , ૨૪ કલાકમાં ૨૨,૨૫૨ નવા ચેપગ્રસ્તો નોંધાયા
દેશમાં ૧૫૯ દિવસમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૭ લાખને પાર , ૨૪ કલાકમાં ૨૨,૨૫૨ નવા ચેપગ્રસ્તો નોંધાયા
ભારતમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના ૨૨,૨૫૨ નવા ચેપગ્રસ્તો નોંધાયા છે. તેની સાથે જ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા ૭ લાખને પાર થઈ ચૂકી છે. કોવિડ-૧૯ વાયરસના સંક્રમણના કુલ ૭,૧૯,૬૬૫ દર્દીઓની સંખ્યા સાથે રશિયાને પાછળ રાખીને ભારત દુનિયાભરમાં પ્રભાવિત દેશોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયુ છે. દેશભરમાં એક જ દિવસમાં ૪૬૭ દર્દીઓએ જીવ ગુમાવ્યો છ. તેની સાથે મૃત્તકોની કુલ સંખ્યા ૨૦,૧૬૦ થઈ ચૂકી છે. સ્વાસ્થ્ય વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ દેશભરમાં કુલ ૭,૧૯,૬૬૫ પોઝીટીવ કેસોમાંથી ૨,૭૯,૭૧૭ સક્રિય કેસો છે. અત્યાર સુધીમાં ૧,૦૨,૧૧,૦૯૨ સેમ્પલના ટેસ્ટ થઈ ચૂક્યા છે. જેમાંથી ૬ જુલાઈએ કુલ ૨,૪૧,૪૩૦ સેમ્પલનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વિતેલા ૨૪ કલાકમાં પોઝીટીવિટી રેટ ૯.૨૧ છે. ભારતમાં કોરોનાના વાયરસના સંક્રમિતોની સંખ્યા ૧૫૯ દિવસોમાં ૭ લાખને પાર થઈ છે. દેશમાં સતત ૫મા દિવસે ચેપગ્રસ્તોની સંખ્યા ૨૦ હજારથી વધુ રહેવા પામી છે. વિશ્વભરમાં કોરોનાનો સૌથી કહેર અમેરિકામાં જોવા મળી રહ્યો છે. અમેરિકામાં કોવિડ-૧૯ના ચેપગ્રસ્તોની સંખ્યા ૨૯ લાખને પાર થઈ ચૂકી છે. બીજા નંબરે બ્રાઝીલમાં પણ ખતરનાક વાયરસથી ૬૪,૮૬૭ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે અમેરિકામાં ૧,૨૯,૯૪૭ લોકો અત્યાર સુધીમાં કોરોનાનો શિકાર થયા છે. ભારતમાં મૃત્યુ દર મંગળવારે સવારે ૨.૮ ટકાનો હતો. જ્યારે એક સપ્તાહ પૂર્વે તે ૩ ટકા અને ૨ સપ્તાહ પૂર્વે ૩.૨ ટકાનો હતો. તુલનાત્મક રીતે જોઈએ તો અમેરિકામાં મૃત્યુ દર ૪.૫ ટકા અને બ્રાઝીલમાં ૪.૧ ટકા છે. જયારે વૈશ્વિક કક્ષાએ તે ૪.૭ ટકા છે. દુનિયાના ૧૮૮ દેશોમાં ફેલાયેલી મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં હાલ અમેરિકા, બ્રાઝીલ અને ભારતનો સમાવેશ થાય છે. કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં વિતેલા ૩ દિવસથી કોરોના વાયરસનો પ્રકોપ બેકાબુ બનતો જઈ રહ્યો છે. શહેરમાં ત્રણ જ દિવસમાં ત્રણ જ દિવસમાં દર્દીઓની સંખ્યામાં ૧૫.૭ ટકાનો વધારો નોંધાયો છે. સોમવારે જારી કરાયેલા ડેટા મુજબ રવિવારે એક જ દિવસમાં ૧૨૩૫ નવા ચેપગ્રસ્તો નોંધાયા છે. તેમજ વિતેલા ૨૪ કલાકમાં પણ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. સોમવારે સાંજ સુધીમાં જ ૯૮૧ નવા દર્દીઓ નોંધાયા હતા.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/