આરોગ્યગુજરાતદેશ દુનિયા

જુલાઈના પ્રારંભે જ રાજ્યમાં કોરોના બેકાબૂ બનતા ચિંતા , રાજ્યમાં દર કલાકે ૩૦ નવા પોઝિટિવ કેસ

જુલાઈના પ્રારંભે જ રાજ્યમાં કોરોના બેકાબૂ બનતા ચિંતા , રાજ્યમાં દર કલાકે ૩૦ નવા પોઝિટિવ કેસ

જુલાઈ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. આંકડા પર નજર કરવામાં આવે તો છેલ્લા ૧૦ દિવસથી રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૬૦૦ને પાર થઈ રહી છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી એટલે કે ચોથી જુલાઈથી છઠ્ઠી જુલાઈના આંકડા જાવામાં આવે તો તેમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૭૦૦ને પાર થઈ રહી છે. છઠ્ઠી જુલાઈના રોજ રાજ્યમાં કોરોનાનાં સૌથી વધારે ૭૩૫ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ રીતે જા ગણતરી કરવામાં આવે તો રાજ્યમાં દર કલાકે ૩૦થી વધારે નવા પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ મોતનો આંકડો ચોક્કસ ઓછો થયો છે પરંતુ પોઝિટિવ કેસની સંખ્યામાં થઈ રહેલા વધારાએ તંત્રની ચિંતા વધારી છે. છેલ્લા ૧૦ દિવસની વાત કરવામાં આવે તો કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉછાળો નોંધાયો છે. ૩૦મી જૂન સુધી કોરોના વાયરસના કેસ ૬૦૦ની આસપાસ રહેતા હતા. જે જુલાઈ મહિનો શરૂ થતાં જ કોરોનાને કેસ ૭૦૦ની આસપાસ આવી રહ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસના કુલ કેસ ૭૦૦થી વધારે આવી રહ્યા છે. સાથે જ છેલ્લા ત્રણ દિવસથી અમદાવામાં કુલ પોઝિટિવ કેસ ૨૦૦થી નીચે આવી રહ્યા છે.રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરવામાં આવે તો અત્યાર સુધી (છઠ્ઠી જુલાઈ, ૨૦૨૦ની સ્થિતિ ) કુલ ૩૬,૮૫૮ પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી ૧,૯૬૨ લોકોનાં મોત થયા છે જ્યારે ૨૬,૩૨૫ લોકો સાજા થયા છે. જેમાં સૌથી વધારો ૧,૪૯૧ લોકોનાં મોત અમદાવાદ જિલ્લામાં થયા છે. અમદાવાદ બાદ સુરતમાં ૧૮૬ અને વડોદરામાં ૫૧ લોકોનાં મોત થયા છે. તાપી અને ડાંગ જિલ્લામાં કોરોનાને કારણે અત્યાર સુધી કોઈ દર્દીનું મોત નથી થયું. અત્યારે સુધી ડાંગ જિલ્લામાં કોરોનાનાં સૌથી ઓછા ચાર કેસ સામે આવ્યા છે.રાજ્યમાં સોમવારે કોરોનાના નવા ૭૩૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસનો આંકડો ૩૬,૮૫૮ થયો છે. જેની સામે ડિસ્ચાર્જ કે મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા બાદ કરતાં હાલ સારવાર હેઠળ હોય તેવા દર્દીઓનો આંકડો હાલ ૮,૫૭૪ છે. આ આંકડો કુલ દર્દીઓનાં ૨૩ ટકા જેટલો થાય છે. બીજી તરફ ગુજરાત સૌથી વધારે એÂક્ટવ કેસ હોય તેવા રાજ્યમાં આઠમાં નંબર પર આવી ગયું છે. આ મામલે મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ બાદ ગુજરાતનો આઠમાં ક્રમે આવે છે. ગુજરાતમાં રિકવરીનો રેટ ૭૧.૪૨ ટકા છે. ગુજરાતમાં હાલ મૃત્યુદર ૫.૩૨ ટકા છે.છેલ્લા થોડા દિવસોમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. નવાઈની વાત તો એ છે કે અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તરફથી છેલ્લા કેટલાક દિસવથી ટેસ્ટીંગનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. છતાં કેસ ઘટી રહ્યા હોવાનો સીધો મતલબ એવો છે કે શહેરમાં કોરોના હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યો છે. જુલાઈના ૬ દિવસમાંથી ૪ દિવસ કેસ ૨૦૦થી નીચે રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસની સરખામણીમાં મૃત્યુનો આંક પણ ઘટીને ૭ થયો છે. ૬ જુલાઈના ગુજરાતમાં ૭૩૫ નવા કેસ છ જુલાઈના રોજ પુરા થતાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૩૫ નવા કેસ નોંધાયા છે, સાથે ૧૭ દર્દીનાં મોત થયા છે. આ રાજ્યમાંથી ૪૨૩ દર્દીઓએ કોરોનાને મ્હાત પણ આપી છે. રાજ્યમાં છેલ્લા ૨૧ કલાક દરમિયાન નોંધાયેલા કેસમાં સુરત શહેરમાં ૨૦૧, અમદાવાદ શહેરમાં ૧૬૮, વડોદરા શહેરમાં ૫૫, સુરત જિલ્લામાં ૪૦, ભાવનગર શહેરમાં ૨૬, બનાસકાંઠામાં ૨૪, ભરૂચમાં ૧૮, રાજકોટ શહેરમાં ૧૪, ગાંધીનગરમાં ૧૩, વલસાડમાં ૧૩, મહેસાણામાં ૧૨, કચ્છમાં ૧૧, વડોદરામાં ૧૦, જૂનાગઢમાં શહેરમાં ૯, ખેડામાં ૯, ભાવનગરમાં ૯, પંચમહાલમાં ૮, સાંબરકાંઠામાં ૮, નવસારીમાં ૮, અમરેલીમાં ૭, રાજકોટમાં ૭, જૂનાગઢમાં ૬, જામનગર શહેરમાં ૫, સુરેન્દ્રનગરમાં ૫, ગાંધીનગર શહેરમાં ૪, મોરબીમાં ૪, તાપીમાં ૪, પાટણમાં ૪, છોટા ઉદેપુરમાં ૩, અરવલ્લીમાં ૨, મહીસાગરમાં ૨, બોટાદમાં ૨, ગીર સોમનાથમાં ૨, જામનગરમાં ૨, આણંદમાં ૧ મળીને કુલ ૭૩૫ કેસ નોંધાયા છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button