દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૦ લાખને પાર પહોંચી ગઈ, મૃતાંક ૨૫ હજારથી વધુ . ભારતમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫ હજાર ચેપગ્રસ્તો ઉમેરાયાઃ ૬૮૭નાં મોત
દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧૦ લાખને પાર પહોંચી ગઈ, મૃતાંક ૨૫ હજારથી વધુ . ભારતમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના ૩૫ હજાર ચેપગ્રસ્તો ઉમેરાયાઃ ૬૮૭નાં મોત
ભારતમાં કોરોના વાયરસના ચેપગ્રસ્તોની સંખ્યા વધીને ૧૦,૦૩,૮૩૨ પર પહોંચી ચૂકી છે. કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે ૧૭મી જુલાઈએ સવારે આઠ વાગ્યે જાહેર કરેલા આ આંકડા મુજબ, શુક્રવારે દેશમાં ચેપના ૩૪,૯૫૬ નવા કેસ નોંધાયા છે. તેમજ એક જ દિવસમાં ૬૮૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. એથી ભારતમાં કોવિડ-૧૯ના ચેપને કારણે અત્યાર સુધીમાં ૨૫,૦૦૦થી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં વિતેલા ૨૪ કલાકમાં સૌથી વધુ ૩૪,૯૫૬ નવા કેસો નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં ૬૮૭ લોકોએ જીવ ગુમાવ્યો છે. એથી દેશમાં કોરોના વાયરસથી કુલ મૃત્યુ આંક ૨૫,૬૦૨ પર પહોંચી ગયો છે. તેની સાથે આંશિક રીતે રાહતની વાત એ છે કે રિકવરી રેટ ૬૩.૩૪ ટકા પર પહોંચ્યો છે. તેમજ તેના કારણે કોવિડ-૧૯ને મ્હાત કરનારાઓની સંખ્યા ૬,૩૫,૭૫૭ પર પહોંચી ગઈ છે. જો રાજ્યવાર આંકડાની વાત કરીએ તો આ મહામારીનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં વિતેલા ૨૪ કલાકમાં ૮૬૪૧ નવા કેસો નોંધાયા છે. ત્યારબાદ તામિલનાડુમાં ૪૫૪૯માં નવા ચેપગ્રસ્તો સામે આવ્યા છે. તો કર્ણાટકમાં ૪૧૬૯, આંધ્રપ્રદેશમાં ૨૫૯૩ અને ઉત્તરપ્રદેશમાં ૨૦૫૮ દર્દીઓ નોંધાયા છે. તેની સાથે એક દિવસમાં મૃત્યુની સંખ્યા મહારાષ્ટ્રમાં ૨૬૬, કર્ણાટકમાં ૧૦૪, તામિલનાડુમાં ૬૯, દિલ્હીમાં ૫૮ અને આંધ્રપ્રદેશમાં ૪૦ લોકોના મોત નિપજ્યા છે. કોવિડ – ૧૯થી સંક્રમિત ટોચના ૫ રાજ્યોમાંથી હવે દિલ્હીનું નામ બાકાત થઈ ગયું છે. દિલ્હીમાં ઝડપભેર કેસોની સંખ્યામાં સધારો જોવા મળી રહ્યો છે. તો બીજીબાજુ ઉત્તરપ્રદેશ અને બિહાર રાજ્યમાં કોરોનાનો પ્રકોપ દિનપ્રતિદિન વધતો જતો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસથી વિશ્વભરમાં મૃત્યુઆંક વધીને ૫,૮૯,૨૧૧ પર પહોંચી ગયો છે. તે જ સમયે, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને ૧.૩૭ કરોડ થઈ છે. ગંભીર રીતે પ્રભાવિત અમેરિકામાં ૩૫.૭ લાખ લોકો આ વાયરસથી સંક્રમિત છે જ્યારે ૧૩૮,૩૫૮ લોકોનાં મોત થયા છે. બ્રાઝિલમાં, કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા ૨૦ લાખથી વધુ થઈ ગઈ છે. આ વાયરસે અહીં ૭૬,૬૮૮ લોકોનો ભોગ લીધો છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/