આરોગ્યગુજરાતજીવનશૈલી

ગ્લોબલ વોર્મિંગ સામે લડવા NGO એ ૧ લાખ બીજ રોપ્યા, ૫૦ ટકા સફળતા મળે તો સાણંદમાં ૫૦૦૦૦ વૃક્ષો વધશે

ગ્લોબલ વોર્મિંગ સામે લડવા NGO એ ૧ લાખ બીજ રોપ્યા, ૫૦ ટકા સફળતા મળે તો સાણંદમાં ૫૦૦૦૦ વૃક્ષો વધશે

(પ્રતીકાત્મક તસ્વીર)

ગ્લોબલ વોર્મિંગ અંગે જાગૃતિ ફેલાવવા તથા સાણંદ શહેર અને તેના પરિઘમાં ગ્રીન કવર વધારવા માટે માનવ સેવા ટ્રસ્ટ NGO એ સ્થાનિક સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે મળીને ૧ લાખ બીજ તૈયાર કર્યા છે. આ બીજને હવે ખુલ્લી જમીન પર જ્યાં હરિયાળી ન હોય ત્યાં રોપવાામાં આવશે. આ પહેલની શરૂઆત પાછલા બુધવારે થઈ હતી. માનવ સેવા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ મનુભાઈ બારોટ કહે છે, આ ગ્લોબલ વોર્મિંગ સામે લડવાનો પ્રયાસ છે. તેઓ કહે છે, આ કેમ્પેઈન સ્થાનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને વોલેન્ટિયર્સ સાથે ચોમાસામાં શરૂ કરાયું હતું. પીપળો, ફળ આપતા વૃક્ષો, ગુલમહોર તથા પીળા ગુલમહોરના સહિત અન્ય વૃક્ષોના બીજને રોપવામાં આવી રહ્યા છે. બારોટ કહે છે, NGO એ વિદ્યાર્થીઓને પોતાના ઘરોની આસપાસ ગ્રીન કવર વધારવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. વરસાદની અછતના કારણે વિસ્તારના તળાવો સુકાઈ રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગની સ્થાનિક અસર થઈ રહી છે અને વિસ્તારનું સૌથી મોટું નળસરોવર તળાવ ૧૭ વર્ષ બાદ ૨૦૧૮માં સંપૂર્ણ રીતે સૂકાઈ ગયું હતું. સાણંદ તાલુકાની મોટાભાગની જમીનમાં નિંદણ વધતી હોય છે. આ વૃક્ષોના બીજ અમે તેવા વિસ્તારોમાં રોપ્યા છે. વરસાદની આ સીઝનમાં બીજમાંથી અંકૂર ફૂટશે અને વૃક્ષો ઉગશે તેવી આશા છે. બારોટ કહે છે, જાે અમને ૫૦ ટકા પણ સફળતા મળે છે તો સાણંદમાં ૫૦ હજાર વૃક્ષોનો વધારો થશે. અમે દરવર્ષે આ પ્રકારના કેમ્પેઈનનું આયોજન કરવાનું વિચાર્યું છે.

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button