ચિક્કાર પીધેલી હાલત માં ગાડી હંકારતા કાર ચાલકે એક વ્યક્તિને અડફેટે લઇ ભાગવા જતા આગળ એજ રસ્તે વધુ 3 મોટર સાઇકલો ને અડફેટે લીધી ! અકસ્માત માં એક વ્યક્તિ ના માથામાં ઇજા પોહચી!
પીધેલ હાલત માં ફુલસ્પીડે કાર હંકાવનાર ચાલકે વડોદરા ના રામપુરા વિસ્તાર ના જોગનીનગર પાસે એક બાઇક સવાર ને અડફેટે લીધો હતો, આ અકસ્માત માં આશરે 62 વર્ષીય પુરુષ ના માથા ના ભાગ માં ઇજાઓ પોહચી હતી, અકસ્માત સર્જી પીધેલો કાર ચાલાક ભાગવાની કોશિશ માં વધારે સ્પીડે કાર હંકારી હતી જેથી આગળ રસ્તામાં ધનોરાના ગેટ નંબર-7 પાસે વધુ 3 મોટર સાઈકલો ને અડફેટે લીધી હતી,પીધેલી હાલમાં બીજો અકસ્માત સર્જતાં આ ત્રણ મોટર સાઇકલ સવાર મોટર સાઇકલ ઉપર બેઠેલા ના હોવાથી સદનસીબે મોટી જાનહાણી ટડી હતી, 2 મોટર સાઇકલ ને અકસ્માત માં મોટું નુકસાન પોહચ્યું હતું!
અકસ્માત માં ગંભીર રીતે ઘવાયેલ 62 વર્ષીય બુધાભાઈ ભગાભાઈ ગોહિલ રહે ભાથીપુરા(રામપુરા) ને નજીક ની ખાનગી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પીધેલ હાલમ માં ત્રિપલ અકસ્માત સર્જનાર ના લાઈસન્સ માં તેનું નામ પરમાર જયરાજ રાવજીભાઈ જણાઈ આવેલ.
અકસ્માત થતાની સાથે સ્થાનિકો ભેગા થઈ ગયા હતા, સ્થાનિકોમાં અકસ્માત કરેલ પીધેલા કાર ચાલાક વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો હતો, અકસ્માત ની ઘટના ની જાણ પોલીસ ને થતા જવાહરનગર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર જે,આઇ, પટેલ અને તેઓનો સ્ટાફ ઘટના સ્થળે પોહચ્યો હતો, પીધેલી હાલત માં ગાડી હંકારી ત્રીપલ અકસ્માત કરનાર ઇસમ ની પોલીસે અટકાયત કરી જવાહરનગર પોલીસ સ્ટેશન લઈ ગઈ કાર્યવાહી હાથ ધરી.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/