આરોગ્યગુજરાતવ્યાપાર

પ્રદુષણ ઓકવામાં નંદેસરી ના અમુક કેમિકલ ઉદ્યોગો પાછા નહી પળે? સાથે કેમિકલ વેસ્ટ ટેન્કરો મીની નદી માં ખાલી કરતા કેમિકલ માફિયા સક્રિય બન્યા ?

પ્રદુષણ ઓકવામાં નંદેસરી ના અમુક કેમિકલ ઉદ્યોગો પાછા નહી પળે? સાથે કેમિકલ વેસ્ટ ટેન્કરો મીની નદી માં ખાલી કરતા કેમિકલ માફિયા સક્રિય બન્યા ?

વરસાદી ઋતુ એટલે કેમિકલ વેસ્ટ ખાલી કરનારાઓ માટે ઘી-કેળા સમાન, વડોદરા ની નંદેસરી ઔદ્યોગિક વસાહત માંથી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા બેરોકટોક કેમિકલ વેસ્ટ સીધું મીની નદી માં નાખવામાં આવી રહ્યું છે, નંદેસરી ઔદ્યોગિક વસાહત માં પ્રવેશતા મીની નદી બ્રિજ ઉપર થી જોતા મીની નદી નું પાણી ચોખ્ખું દેખાઈ આવેલ પરંતુ નંદેસરી ના અમુક કેમિકલ કંપનીઓ દ્વારા મીની નદી માં કેમિકલ યુક્ત પાણી છોડવા માટે સિંહાકુઈ વિસ્તાર માંથી પસાર થતી વરસાદી પાણી ની કાંસ નો ઉપયોગ કરી સીધું મીની નદી માં કેમિકલ યુક્ત પાણી છોડી દેતા હોય છે.

હમ નહિ સુધરેંગે ની નીતિ સાથે બેરોકટોક પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ના ડર વગર કેમિકલ યુકત વેસ્ટ પાણી મીની નદી માં ઠલવાઇ રહ્યું છે, NGTએ નંદેસરી ઔદ્યોગિક વસાહત ને ક્રિટિકલ ઝોન માં સામેલ કર્યું હતું , તો પણ બેરોકટોક વેસ્ટ કેમિકલ નો નિકાલ કરવામાં આવી રહ્યો છે,

ઉદ્યોગો ના કેમિકલ છોડવાની સાથે સાથે વેસ્ટ કેમિકલ ભરીને ટેન્કરો ખાલી કરવામાં કેટલાય લોકો એ જંપલાવ્યું છે, મળતી માહિતી પ્રમાણે રામપુરા અનગઢ વચ્ચે આવેલ મીની નદી માં કેમિકલ વેસ્ટ ભરીને લાવેલ ટેન્કર ને ખાલી કરવાની ચર્ચાએ જોર પકડયું છે, અમારી ન્યૂઝ ચેનલ ની ટીમ દ્વારા રામપુરા અનગઢ ની મીની નદી ના નાળા પાસે જઈને જોતા ટેન્કર ના પૈડાં ના નિશાન દેખાઈ આવેલ અને વેસ્ટ પાણી મીની નદી માં છોડયું હોય તેમ લાગી આવેલ, આ વેસ્ટ કેમિકલ ટેન્કર ને નંદેસરી કે અન્ય વિસ્તાર માંથી ભરીને રાત્રી ના સમયે મીની નદી ના નાળા પાસે લાવીને અન્ય સાગરિતો ની મદદ થી ખાલી કરવામાં આવી રહ્યું છે.
રાત્રી ના સમયે કેમિકલ ટેન્કર મીની નદી માં ખાલી થતા ની માહિતી થી સ્થાનિક પોલીસ અજાણ હોય તેમ લાગી રહ્યું છે?

મીની નદી માંથી કેમિકલ યુક્ત પાણી સીધું મહીસાગર નદી માં ભળી જાય છે તેના લીધે મહીસાગર નદી પણ દૂષિત થઈ રહી છે, માં સમાન ગણાતી મહીસાગર નદી ને દૂષિત કરનાર ને સજા ક્યારે??

જો આ મુદ્દે ગંભીરતા થી ઊંડી તપાસ કરવામાં આવે તો કેટલાય મોટા નામ બહાર આવે એમ છે!!.

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર(NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button