ગોલ્ડન ચોકડી પાસેથી એક અલ્ટો કાર સાથે બે ઇસમોને ઇગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે કુલ ૨,૨૨,૨૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડતી વડોદરા શહેર પી.સી.બી.
વડોદરા શહેર માનનીય પોલીસ કમીશ્નર શ્રી અનુપમસિંગ ગહલૌત સાહેબ નાઓએ વડોદરા શહેરમાં દારૂ જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે કડક સુચના કરેલ તેમજ કેટલાક અસામાજીક તત્વો વડોદરા શહેરમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો લાવી પ્રોહીની બંદી ફેલાવે તેવી શકયતા હોય જેથી વડોદરા શહેરમાં પ્રવેશના મુખ્ય માર્ગ ઉપર નાકા બંધી, વાહન ચેકીંગ અસરકારક રીતે કરી પ્રોહી ની પ્રવૃતિ નેસ્તનાબુદ કરી સફળ કેસો કરવા સુચના આપેલ જે અન્વયે આજરોજ પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.
કાનમિયા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.ડી, બામણીયા ના સ્ટાફના માણસો સાથે
પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોકો ગવરાજસિહ મદનસિહ નાઓને બાતમીદાર રાહે હકીકત મળેલ કે, “ એક સફેદ
કલરની અલ્ટો ગાડીમાં ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે જે હરણી રોડ સ્વાદ કવાર્ટરમાં રહેતો અનીકેત શેખરભાઇ
આહીરે એ ઇગ્લીશ દારૂનો જથ્થો મંગાવેલ છે અને થોડીવારમાં એક સફેદ કલરની અલ્ટો ગાડી ગોલ્ડન ચોકડીથી
માણેક પાર્ક સર્કલ તરફ થી ખોડીયારનગર રોડથી સ્વાદ કવાટર તરફ જતા નાકે થઈ પસાર થનાર છે,” જે બાતમી
આધારે વોચમાં રહી બે ઇસમોને એક અલ્ટો કાર ૨૩ સીએ ૪૦૧૭ ની માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ
રોયલ બાર હીંસકી ૭૫૦ એમ.એલ ની કંપની સીલ બંધ હાલતની કિંમત રૂપીયા ૧૪,000/-તથા માઉન્ટને
૬૦૦૦ સુપર સ્ટ્રોગ બીયર ૫૦૦ એમ.એલ. કિમત રૂપીયા ૧૨૦૦/-તથા મોબાઇલ ફોન નંગ -૨ કિમત રૂ.
૭૦૦૦/-મળી કુલ્લે કિંમત રૂ. ૨,૨૨,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કરી હરણી પો.સ્ટે ગુનો રજી કરાવી આગળની
તપાસ માટે હરણી પો.સ્ટે. તરફ કરેલ છે
(૧) પકડાયેલ આરોપીઓ:
હસમુખભાઈ અનીલભાઇ ભગત રહે. નાટાપુર ગામ તા.મહુવાહડફ જી. પંચમહાલ
અનીકેત શેખરભાઈ આહીરે રહે. ઘર ને- ૩૨૯ હરણી રોડ સ્વાદ કવાર્ટસ વડોદરા શહેરનો
(ર) વોન્ટેડ આરોપી:
રમેશ કાળુભાઈ બારીયા રહે, દેવગઢ બારીયા ગામ વેડ
(3) કજે કરેલ મુદામાલ:
રોયલ બાર હીંસકી બોટલ નંગ-૩૫ કિમત રૂપીયા ૧૪,૦૦૦/ -માઉન્ટન ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મૅમ.એલ. નેગ -૧૨ કિમત રૂપીયા ૧૨૦૦/ સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન ૨ કિમત. ૭૦૦૦/ અલ્ટો કાર નંબર જીજે ૩ સીએ ૪૦૧૭ કિરૂ ૨,૦૦,૦૦૦/ કુલ્લે કિમત રૂપીયા ૨,૨૨, ૨૦૦/-નો મુદામાલ
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/