ફાઇટર જેટ રાફેલ ફ્રાંસથી ભારત આવવા રવાના થયા , ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આ ફાઇટર જેટનું ભારત માટે રવાના થવું ખૂબ મહત્વનું છે
ફાઇટર જેટ રાફેલ ફ્રાંસથી ભારત આવવા રવાના થયા , ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આ ફાઇટર જેટનું ભારત માટે રવાના થવું ખૂબ મહત્વનું છે
અત્યાધુનિક મિસાઇલો અને ઘાતક બોમ્બથી લેસ ભારતીય વાયુસેનાનું સૌથી ઘાતક ફાઇટર જેટ રાફેલ આજે ફ્રાંસથી ભારત આવવા રવાના થઈ ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કુલ ૫ રાફેલ ભારત આવવા રવાના થયા છે. ચીન અને પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આ ફાઇટર જેટનું ભારત માટે રવાના થવું ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. રાફેલ ફાઇટર જેટ રવાના થયા પહેલા ફ્રાંસમાં ભારતીય દૂતાવાસે આ પ્લેન અને ઇન્ડિય એરફોર્સના જાબાંઝ પાયલટ્સની તસવીરો શેર કરી છે. આ વિમાનોને ૨૯ જુલાઈનારોજ અંબાલામાં એરફોર્સમાં સામેલ કરવામાં આવશે. સૂત્રો મુજબ એક સપ્તાહની અંદર જ આ ફાઇટર જેટ કોઈપણ મિશન માટે તૈયાર કરી લેવામાં આવશે. આ ફાઇટર જેટના ઉડાણ માટે ૧૨ પાયલટ્સને ટ્રેનિંગ આપવામાં આવી છે. દુનિયાની સૌથી ઘાતક મિસાઇલ અને સેમી સ્ટીલ્થ ટેક્નોલોજીથી લેસ આ ફાઇટર જેટ ભારતીય સેના સામેલ થતા જ દેશની સામરિક શક્તિમાં જબરજસ્ત વધારો થશે. ભારત આવતા રાફેલ ફાઇટર જેટ્સમાં દુનિયાની સૌથી આધુનિક હવાથી હવામાં માર કરતી મીટિઆર મિસાઇલ લગાવવામાં આવી છે. રાફેલ જેટ ફ્રાંસના મેરિજનાકથી એરબેઝથી ભારત ઉડીને આવશે. ભારતીય વાયુસેનાએ આ માટે પૂરી તૈયારી કરી લીધી છે. કેમ કે રસ્તામાં આ ફાઇટર જેટ અનેક દેશની સરહદોમાંથી પસાર થઈને ભારતના જામનગર પહોંચશે. રાફેલ વિમાન ફ્રાંસથી ભારત સુધીનો પ્રવાસ લગભગ ૧૦૦૦ કિમીની ઝડપે પસાર કરશે. જોકે આ જેટની મહત્તમ સ્પીડ ૨૨૨૨ કિમી પ્રતિ કલાક છે. આ ભારતીય રાફેલ વિમાન ફ્રાંસના અબુધાબીમાં આવેલ અલ ધાફરા એરબેઝ સ્થિત ઉતરશે. લગભગ ૧૦ કલાકના આ પ્રવાસમાં રસ્તામાં ઇંધણ ભરવા માટે બે વિમાન તેમની સાથે રહેશે. આ વિમાન અબુધાબીમાં રાતભર રોકાશે અને બીજા દિવસે ત્યાંથી ભારત આવવા રવાના થશે. આ પ્રવાસમાં બે વાર રાફેલમાં ઇંધણ ભરવામા આવશે. ભારતમાં જામનગર પહોંચ્યા બાદ આ પ્લેન અંબારા એરફોર્સ સ્ટેશન પહોંચશે. રાફેલની પહેલી સ્ક્વોડ્રોનને ૧૭ ગોલ્ડન એરો સ્ક્વોડ્રોનના પાયલટ ઉડાવશે. તેમની ટ્રેનિંગ પણ ફ્રાંસમાં પૂર્ણ થઈ ચૂકી છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/