અંબાલા એરબેઝ ખાતે પાંચ રફાલ લેન્ડ થતાં વોટર સેલ્યુટથી સ્વાગત , ફ્રાન્સથી ૭,૦૦૦ કિમીનું અંતર કાપની અંતિમ પડાવ પર હેમખેમ પહોંચતાં જોરદાર સ્વાગતઃ ૨૨ વર્ષ પછી ભારતને પાંચ નવા ફાઈટર જેટ મળ્યાં
અંબાલા એરબેઝ ખાતે પાંચ રફાલ લેન્ડ થતાં વોટર સેલ્યુટથી સ્વાગત , ફ્રાન્સથી ૭,૦૦૦ કિમીનું અંતર કાપની અંતિમ પડાવ પર હેમખેમ પહોંચતાં જોરદાર સ્વાગતઃ ૨૨ વર્ષ પછી ભારતને પાંચ નવા ફાઈટર જેટ મળ્યાં
ફ્રાન્સથી સાત હજાર કિલોમીટરનું અંતર કાપીને પાંચ રફાલ ફાઈટર વિમાન બુધવારે બપોરે લગભગ ૩.૧૫ કલાકે અંબાલા એરબેઝ પર આવી ગયાં છે. રાફેલે થોડી વાર સુધી અંબાલાના આકાશમાં ગર્જના કરતા ઉડાન ભરી હતી અને પછી એરબેઝ પર સ્મૂધ લેન્ડિગ કર્યું હતું. વિમાનો લેન્ડ થયાં તેની સાથે તેનું વોટર સેલ્યુટથી અદભુત સ્વાગત કરાયું હતું. પાંચેય રફાલ એક જ એરસ્ટ્રિપ પર એક પછી એક કરીને લેન્ડ થયાં હતાં. રફાલનું નેતૃત્વ વાયુસેના એરચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા સહિત વેસ્ટર્ન એર કમાન્ડના અધિકારીઓએ કર્યું હતું. અંબાલા એરબેઝ પર ૧૭મી ગોલ્ડન એરો સ્ક્વોડ્રન રફાલની પહેલી સ્ક્વોડ્રન હશે. ૨૨ વર્ષ પછી ભારતને પાંચ નવા ફાઈટર જેટ મળ્યાં છે. આ પહેલાં ૧૯૯૭માં ભારતને રશિયા પાસેથી સુખોઈ મળ્યા હતાં. રક્ષામંત્રી રાજનાથ સિંહે રાફેલના લેન્ડિગના તરત પછી ટિ્વટ કરી લખ્યું કે, ભારતની જમીન પર રાફેલનું ઉતરવું સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત છે. આ વિમાનો ફ્રાન્સથી ૨૭ જુલાઈએ ઊડ્યાં હતાં. રાજનાથે ટ્વીટ કરીને જણાવ્યું કે, “રફાલની ખરીદી એટલે થઈ શકી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચો ર્નિણય લીધો. રફાલના આવતાં ભારતીય વાયુસેના કોઈ પણ પડકારને પહોંચી વળવા તૈયાર રહેશે. જે આપણી ક્ષેત્રીય અખંડતાને પડકારવાની ઈચ્છા રાખે છે તેમણે ભારતીય વાયુસેનાની આ નવી ક્ષમતાને લઈને ચિંતિત થવું જોઈએ. સંરક્ષણ મંત્રાલય દ્વારા અંગેનો વીડિયો જાહેર કરાયો છે. રફાલનું બીજું બૅઝ હાસીમારા (પશ્ચિમ બંગાળ) ખાતે હશે, જે ચીન તરફથી ઊભા થતા કોઈ પણ ખતરાને પહોંચવાનો પ્રયાસ કરશે. હાલમાં ત્યાં સુખોઈ વિમાનો તહેનાત છે. આમ, ૨૦૨૨ના મધ્યભાગ સુધીમાં મળનારી ૩૬ વિમાનની આખી ખેપ મળશે જે આ બંને ઍરબૅઝની વચ્ચે જ વપરાય જશે. ઍરમાર્શલ (રિટાયર્ડ) પ્રણબ કુમાર બરબોરાના કહેવા પ્રમાણે, અંબાલા ભારતનું એવું ઍરબૅઝ છે જે એ વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થાને આવેલું છે. અહીંથી પૂર્વ અને પશ્ચિમના મોરચા લગભગ સમાન અંતરે આવેલા છે. અંબાલા ઉપર હવાઈ હુમલો કરતાં પહેલાં દુશ્મનનાં વિમાનોએ ભારતના હવાઈ સંરક્ષણના અનેક ઘેરાને ભેદવા પડે. એટલા સમયમાં અંબાલા ઍરબૅઝ ખાતે ઘટતું કરવાની તક મળી રહે. હવાઈ તથા જમીની સુરક્ષાવ્યવસ્થાને મજબૂત કરી શકાય. ભારતે છેક અંદર સુધી ઘૂસીને મિશનને અંજામ આપી શકે તેવાં જેગ્યુઆર વિમાન ખરીદ્યાં ત્યારે તેને પણ અંબાલા તહેનાત કરવામાં આવ્યાં હતાં. ૫૦ વર્ષ દરમિયાન અંબાલા ઍરબેઝ એટલું સજ્જ થઈ ગયું છે કે ત્યાં વધારાનો ખર્ચ કર્યા વગર નવાં વિમાનોને સામેલ કરી શકાશે. આ સિવાય વિમાન અંબાલાથી નીકળે ત્યારે ભારતીય સીમાની અંદર હવામાં જ તેમનું રિફ્યૂઅલિંગ થઈ શકે છે, જે તેની આગળની લાંબીયાત્રાને સંભવ બનાવે છે. આવું ફાૅરવર્ડ બેઝ ઉપર તહેનાત વિમાનો માટે શક્ય નથી હોતું. ઍરમાર્શલ (રિટાયર્ડ) પી. કે. બારબોરા ભારતી ઍરફાૅર્સની પૂર્વ તથા પશ્ચિમ કમાન્ડની કમાન સંભાળી ચૂક્યા છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/