વેક્સિનના આગમન સાથે જ કોરોના ખતમ નહીં થઇ જાય , કોરોનાથી બચવા માટે વેક્સિન બનાવવાની રેસ ઝડપી બની પણ કોરોનાના જવાબમાં કોઈ નક્કર દવા નહીં મળે
વેક્સિનના આગમન સાથે જ કોરોના ખતમ નહીં થઇ જાય , કોરોનાથી બચવા માટે વેક્સિન બનાવવાની રેસ ઝડપી બની પણ કોરોનાના જવાબમાં કોઈ નક્કર દવા નહીં મળે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ડોક્ટર ટેડ્રોસ એડોનોમ ગેબ્રિએસસે કહ્યું કે, આશા છે કે, કોવિડ-૧૯ની વેક્સીન મળી જાએ, પરંતુ હજુ સુધી તેની અચૂક દવા નથી અને સંભવ છે કે, કદાચ ક્યારે પણ ન હોય. ડબ્લ્યુએચઓએ સોમવારે કહ્યું કે, ભલે કોવિડ-૧૯થી બચવા માટે વેક્સીન બનાવવાની રેસ ઝડપી બની છે, પરંતુ કોરોના વાયરસના જવાબમાં કોઈ રામબાણ સમાધાન કદાચ ક્યારે પણ ન નીકળી શકે. ડબ્લ્યુએચઆએ એ પણ કહ્યું છે કે, ભારત જેવા દેશોમાં ટ્રાંસમિશન રેટ ખુબ વધારે છે, અને તેણે ઘણી લાંબી લડાઈ માટે તૈયાર રહેવું જોઈએ. ડબ્લ્યુએચઓના ડાયરેક્ટર ટેડ્રોસ એડનમે એક વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હજુ સુધી તેની કોઈ સત્તાવાર સારવાર નથી અને કદાચ ક્યારે હશે પણ નહીં. તેમણે એ પણ કહ્યું કે, હજુ પરિસ્થિતિ સામાન્ય થવા માટે સમય લાગી શકે છે. ટેડ્રોસ આ પહેલા પણ અનેક વખત કહી ચુક્યા છે કે, કદાચ કોરોના ક્યારે ખતમ નહીં તાય, અને તેની સાથે જ જીવવું પડી શકે છે. આ પહેલા ટેડ્રોસે કહ્યું હતું કે, કોરોના બીજા અન્ય વાયરસ કરતા એકદમ અલગ છે કેમ કે, તે ખુદને બદલતો રહે છે. પ્રમુખે કહ્યું હતું કે, વાતાવરણ બદલાવવાથી કોરોના પર કોઈ અસર નહીં પડે કેમ કે કોરોના વાતાવરણ કે હવામાન આધારિત વાયરસ નથી. ટેડ્રોસે કહ્યું કે, દુનિયાભરના લોકો કોરોનાના સંક્રમણથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, હાથ સારી રીતે ધોવા અને માસ્ક પહેરવાને નિયમ જ માત્ર માની રહ્યા છે, અને આ ભવિષ્યમાં પણ ચાલુ જ રાખવાની જરૂરત છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં એક કરોડ, ૮૧ લાખ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. મરનાર લોકોની સંખ્યા પણ ૬ લાખ ૮૯ હજાર પહોંચી ગઈ છે. ટેડ્રોસે કહ્યું કે, કેટલીક વેક્સીન ત્રીજા તબક્કના ટ્રાયલમાં છે અને આપણને આશા છે કે, કોઈ વેક્સીન લોકોને સંક્રમણથી બચાવવામાં કારગર સાબિત થશે. જોકે, હાલમાં તેની કોઈ અચૂક સારવાર નથી, અને સંભવ છે કદાચ ક્યારે પમ નહીં મળે. એવામાં આપણે કોરોના ટેસ્ટ, આઈશોલેશન અને માસ્ક દ્વારા રોકવાનું કામ ચાલુ રાખો. તેમણએ એ પણ કહ્યું કે, જો માતા કોરોના શંકાસ્પદ છે અથવા કોરોના સંક્રમિત થવાની પુષ્ટી થઈ ગઈ છે, તેમને સ્તનપાન કરાવતા ન રોકવા જોઈએ.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/