શ્રી રામદેવ યુવક મંડળ દ્વારા અયોધ્યા માં રામમંદિર શિલાન્યાસની ઉજવણી કરવામાં આવી
શ્રી રામદેવ યુવક મંડળ દ્વારા અયોધ્યા માં રામમંદિર શિલાન્યાસની ઉજવણી કરવામાં આવી
અયોધ્યા માં રામમંદિર શિલાન્યાસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ક્યાંક દીવડા પ્રગટાવી તો ક્યાંક ફટાકડા ફોડી લોકોએ ઉજવણી કરી હતી. સંખ્યાબંધ મંદિરોમાં રોશનીની સાથે દીવડા પ્રગટાવાયા હતા. ગામડાંઓ પણ ઉજવણીમાં પાછળ રહ્યાં નહોતાં, તેમાં પરંપરાગત રીતે સુશોભન કરાયું હતું. અનેક વિસ્તાર માં મહિલાઓએ રંગોળીઓ બનાવી હતી. ઘણા લોકો એ ભગવા રંગનું લાઈટિંગ કરાયું હતું. તો વડોદરા ના રામપુરા ગામ ના શ્રી રામદેવ યુવક મંડળ દ્વારા ભગવાન રામ ચંદ્રજી ના ભવ્ય મંદિર ના નિર્માણ ની ખુશી માં આ ઐતિહાસિક દિવસ માં રામપુરા ગામ મા આતશબાજી કરી ને ગામ માં ઘરે ઘરે 1051 દીપ પ્રગટાવીને ભવ્ય ઉજવણી કરવામા આવી હતી, લોકોમાં તહેવાર જેવો ઉલ્લાસ જોવા મળ્યો હતો.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/