નંદેસરી એસ્ટેટ માં ગુજરાત ચોકડી પાસે મોત નો ખાડો! નંદેસરી એસોસિયેશન અંધારામાં?
વડોદરા ના નંદેસરી ઔદ્યોગિક વસાહત માં વડોદરા અને અન્ય જિલ્લા માંથી અનેક કામદારો નોકરી કરવા માટે આવે છે, ગુજરાત રાજ્ય અને દેશ ના અલગ અલગ રાજ્યો માંથી ટ્રકો, ટેન્કરો અને લોડિંગ વાહનો ની અવરજવર નંદેસરી ઔદ્યોગિક વસાહત માં ચાલુજ રહે છે, નંદેસરી એસોસિયેશન દ્વારા GIDCમાં અલગ અલગ જગ્યા એ અકસ્માત ને રોકવા બમ્પ (ગતિ અવરોધક) નું નિર્માણ કરવામાં આવ્યું છે,
પરંતુ ક્યાંક ને ક્યાંક એસોસિયેશન આંખ આડા કાંન કરી રહી હોય તેમ દેખાઈ આવ્યું છે,નંદેસરી માં પ્રવેશ કરતા ની સાથે પહેલી ચોકડી ગુજરાત ચોકડી આવે છે ત્યાં એક મોટો ખાડો પડી ગયેલ છે, જેમાં અવારનવાર મોટર સાઇકલ ચાલાક અને અન્ય વાહન ચાલાક ભટકાતા હોય છે, ગુજરાત ચોકડી ના ટર્ન ઉપર જ મોટો ખાડો પડતા અનેક વાહનો અકસ્માત થતા બચ્યા છે, નંદેસરી માં દૂર દૂર થી લોકો વેતન મેળવવા આવતા હોય છે જેમના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ ઉભી થઇ છે, આ ખાડા ના લીધે અનેક લોકો અકસ્માત નો ભોગ બનતા બચ્યા છે, શુ એસોસિયેશન જ્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઇને બેસ્યું છે?? ખાડાની મરમત ક્યારે થશે??
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/