વડોદરા ના અનગઢ ના ઢીંગાવાડ વિસ્તાર માં ભેંસ ને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું
આજે સવારે અનગઢ ના ઢીંગાવાળ વિસ્તાર માં ભેંસ ઘાસ ચારો ચરવા નીકળી હતી, અનગઢ ના ઢીંગાવાળ વિસ્તાર માં રહેતા ખેડૂત ઈશ્વરભાઈ ગોહિલ ની ભેંસ ચારો ચરવા જતા નવા નિર્માણ થઈ રહેલા મુંબઇ દિલ્લી એક્સપ્રેસ વે નજીક આવેલ ઇલેક્ટ્રિક સીટી ટ્રાન્સફોર્મર ના થાંભલા પાસે થી કરંટ લાગતા ભેંસનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, ઘટના ની જાણ સ્થાનિકો ને થતા સ્થાનિકો એ વીજ વિભાગ માં જાણ કરતા વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો,
GEB ની ગંભીર બેદરકારી ના લીધે વીજ કરંટ લાગવાથી મોત ને ભેટેલ ભેંસ ના કારણે સ્થાનિકો માં આક્રોશ જોવા મળ્યો હતો, વીજ સપ્લાય બંધ કર્યા પછી મૃતક ભેંસ ને હટાવવામાં આવી હતી,
વીજ વિભાગ ની બેદરકારી થી મોત થયેલ ભેંસ ના માંલિકએ વીજ વિભાગ પાસે વળતર ની માંગ કરી!! વધુ માં કોયલી નંદેસરી ઇલેક્ટ્રિક બોર્ડ નું પ્રિ મોન્સૂલ કામ પણ ક્યાંક ને ક્યાંક ઝાંખું દેખાઈ આવ્યું છે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/