મુંબઇ દિલ્લી એક્સપ્રેસ હાઇવે ના કામ થી અનગઢ ના રામગઢ વિસ્તાર માંથી પાણી ભરાયું! સ્મશાન જવાનો રસ્તો બંધ સ્થાનિકો પરેશાન!
મુંબઇ થી દિલ્લી એક્સપ્રેસ હાઇવે નું કામ પુર જોરો જોશમાં ચાલતું હતું પરંતુ વરસાદી ઋતુ માં બંધ જે, હાઇવે રોડ જમીન લેવલથી ઉંચો બનાવમાં આવી રહ્યો છે, સ્થાનિકો ના કહેવા પ્રમાણે રોડ નું કામ ચાલતા ગામડાઓ ની વરસાદી પાણી ની નહેર અને કાંસો પણ પુરાઈ ગઈ છે,
અનગઢ ના રામગઢ વિસ્તાર માંથી મહીસાગર નદી જવાના રસ્તા ઉપર ખુબજ પાણી ભરાયું છે જેના લીધે આજુ બાજુના રહેવાસીઓ ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે, ગ્રામજનો ને મહીસાગર સ્મશાન જવાનો નો રસ્તો પણ બંધ થઈ ગયેલ છે, સ્થાનિકો અને ગામ ના સરપંચે મુંબઇ દિલ્લી એક્સપ્રેસ વે પ્રોજેકટ ના L&T ના અધિકરી ને વાત કરી છતાં સમસ્યા નું નિવારણ નથી આવ્યું. સ્થાનિકો ને અનેક સમસ્યા નો સામનો કરવો પડી રહ્યું છે, નવનિર્માણ હાઇવે ના કામ થી અનેક વિસ્તાર માં પાણી ભરાઈ ગયા છે, એક્સપ્રેસ વે ના કોન્ટ્રાક્ટરો દ્વારા વરસાદ પડતાં પહેલા કઈ રીતે ગામડાઓ નું વરસાદી પાણી નો નિકાલ કરવો તેના વિશે ના વિચાર્યું ?? સ્થાનિકો ના જણાવ્યા અનુસાર પહેલા આ વિસ્તાર માં વરસાદી પાણી નો નિકાલ થઈ જતો હતો પરંતુ જયારથી રોડ નું કામ ચાલુ થયું છે ત્યારથી વરસાદી પાણી જવાનો રસ્તો બંધ થઈ ગયેલ છે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/