પાદરાના જાસપુર ગામેથી વિવિધ કંપનીના ૬૫ ગેસ બોટલ સાથે એક શમ્સની ધરપકડ કરતી પાદરા પોલીસ
પાદરાના ફતેપુરા (જાસપુર) ગામેથી પાદરા પોલીસે શંકાસ્પદ કોમર્સીયલ અલગ અલગ ગેસ કંપનીઓના ૬૫ નંગ બોટલો મોબાઈલ -૧ મળી કુલ૭૬,૫૦૦ નો મુદામાલ સાથે ભાડાના મકાનમાં ગેસના બોટલો રાખનાર એક રાજસ્થાનના ઇસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી જયારે ભાડાના મકાનમાં રહી શંકાસ્પદ રાજય બહારના ઇસમો દ્વારા ગેસના બોટલો રાખનાર ઇસમોમાં ફડાટ મચી જવા પામી પામ્યો હતો. પાદરા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ચોકકસ બાતમી મળી હતી. જેના આધારે પાદરાના જાસપુરના ફતેપુરા ભાથુજીવાળા ફળીયામાં રાજસ્થાનનાઓ કે.શ્યામલાલ સોહનલાલ બીસ્તો તથા રામકુમાર ગોપાલાલ બીસ્નોઇ નાઓ ફતેપુરા ગામે રહેતા અરવિંદભાઈ ભયલાલભાઇ સોલંકીના મકાનમાં ભાડેથી રહી મકાનની પાછળ આવેલ ખુલ્લા વાડામાં બીલ કે લાયસન્સ વગર ગેસની બોટલો રાખેલ છે.બાતમીના આધારે પાદરા પોલીસે રેડ કરી તપાસ કરતા ખુલ્લાવાડામાં ખાલીણી તેમજ ભરેલ કોમર્શિયલ ગેસની બોટલો મળી ગેસ કંપનીની ખાલી બોટલો મળી આવતા રુબરુ મળી આવેલ રામકુમાર બિસ્નોઈ જેઓ પાસે વાડામાં રાખવામાં આવેલ બિલ લાયસન્સ પ્રમાણે ઓન નહીં મળી આવતા બોટલોના બિલ બાબતે ઉડાઉ-સંતોષકાર જવાબ નહી આપતા સદર બોટલો રાજસ્થાનથી લાવેલ હોવાનું જણાવ્યું હતું. અને શ્યામલાલ સોહનલાલ બિસ્નોઇનાઓ વતન ગયા હોવાનું જણાવ્યું હતું. જેમાં ભારત ગેસ કંપનીની કુલ બોટલો 8 ઇન્ડેન ગેસ કંપની ની ખાલી બોટલો-5, HP ગેસ કંપની ની ખાલી બોટલો 8 મળી આવેલ હતા, જ્યારે ગેસ ભરેલ બોટલો ભારત ગેસ કંપની ના સિલ બંધ બોટલો -44 , મોબાઈલ 1 તેમ 78500 નો મુદ્દામાલ સાથે પોલીસે ગુનો નોંધી રાજસ્થાન ના રાજકુમાર બોસનોઈ ની અટકાયત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી
નૈતિક સમાચાર(NS NEWS)
કૃષ્ણકાંત ગાંધી (પાદરા)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/