આરોગ્યગુજરાતદેશ દુનિયારાજકારણ

એમપીનું ઈન્દોર સતત ચોથા વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર , સર્વેક્ષણની યાદીમાં બીજા સ્થાને સુરત, અમદાવાદ પાંચમા સ્થાને, રાજકોટ છઠ્ઠા અને વડોદરા ૧૦મા નંબરે રહ્યાં

એમપીનું ઈન્દોર સતત ચોથા વર્ષે દેશનું સૌથી સ્વચ્છ શહેર , સર્વેક્ષણની યાદીમાં બીજા સ્થાને સુરત, અમદાવાદ પાંચમા સ્થાને, રાજકોટ છઠ્ઠા અને વડોદરા ૧૦મા નંબરે રહ્યાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓનલાઈન કાર્યક્રમમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોના નામ જાહેર કર્યાં છે જેમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૦ લીગના ત્રણેય ક્વાર્ટરમાં ઈન્દોર પહેલા નંબરે આવ્યું છે. આ પહેલા જાન્યુઆરીમાં પહેલા ક્વાર્ટરની અને આજે બીજા અને ત્રીજા ક્વાર્ટરના પરિણામોની જાહેરાત કરી છે. આમ ત્રણ ક્વાર્ટરના પરિણામ જાહેર થયા છે. જેમાં સમગ્ર દેશમાં સુરત બીજા સ્થાને જ્યારે અમદાવાદ ૫મા, રાજકોટ છઠ્ઠા અને વડોદરા ૧૦મા ક્રમે રહ્યું છે. જ્યારે વર્ષ ૨૦૧૯માં અમદાવાદ ૬ઠ્ઠા ક્રમે અમદાવાદ, રાજકોટ ૯માં નંબર પર, સુરત ૧૪મા નંબરે અને વડોદરા ૭૯મા ક્રમે રહ્યું હતું. આમ અમદાવાદ એક રેન્કની, સુરતે ૧૨ રેન્કની, રાજકોટે ૩ રેન્કની જ્યારે વડોદરા ૬૯ રેન્કની સૌથી મોટી છલાંગ લગાવી ટોપ ૧૦માં પહોંચી ગયું છે.સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૦ની જાહેર થયેલી યાદી મુજબ ૧થી ૧૦ લાખની વસ્તી ધરાવતા ટોચના ૧૦ શહેરોમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર ૫૦૫૬.૭૨ સ્કોર સાથે ૮માં ક્રમે છે. વર્ષ ૨૦૧૯માં તે ૩૭૫૭ સ્કોર સાથે ૨૨માં સ્થાને રહ્યું હતું. આ કેટેગરીમાં જામનગર ૨૭માં ક્રમે છે જે ગત વર્ષે ૮૦માં ક્રમ પર રહ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને શહેરી મંત્રાલયે વારાણસીને ગંગા કિનારાના શહેરોમાંથી સૌથી સ્વચ્છ શહેર ગણાવ્યું છે જ્યારે પંજાબના જલંધર શહેરને દેશના સૌથી સ્વચ્છ કેન્ટોન્ટમેન્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે. હરદીપ પુરીએ ગુજરાતનું ઔદ્યોગિક શહેર સુરત ભારતનું બીજુ સૌથી સ્વચ્છ શહેર બન્યું તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના વખાણ કર્યાં હતાં. પુરીએ ઈન્દોર, સુરત અને નવી મુંબઈને ભારતના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં પહેલા ત્રણ સ્થાન મેળવવા બદલ શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના ટ્‌વીટમાં કહ્યું કે ઈન્દોર શહેરના લોકોએ સ્વચ્છતા માટે પોતાનું ગજબનું સમર્પણ દર્શાવ્યું છે. પુરીએ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, શહેરની જનતા અને ઈન્દોર નગરપાલિકાને શુભેચ્છા પાઠવતા કહ્યું કે, મુખ્યમંત્રીના નેતૃત્વ, શહેરીજનો અને નગરપાલિકાના સહયોગની મદદથી શહેર ચોથી વખત ભારતમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે સામે આવી શક્યું છે.

નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button