ગુજરાત માલધારી સેના અને હિંદુ યુવા સંગઠન દ્વારા ગૌચર પર દબાણ દૂર થાય એ હેતુ મામલતદારશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું,
સાબરકાંઠા માં ગૌચરની જમીનો પર ભૂ માફીયાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણ માં દબાણ કરવામાં આવેલ છે, એના લીધે પશુપાલકોની હાલત કફોડી બની છે, ગૌ તસ્કરી અને ગૌ હત્યામાં વધારો થયો છે, પશુ પાલકો ત્રસ્ત થઈ ગયા છે, માટે સર્વે સમાજ ના અગ્રણીઓ અને સંગઠનો ના ભાઈઓ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે આ મામલે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે અમારી માંગણીઓ પર પગલાં ભરવામાં આવે,
અગ્રરણીઓ એ જણાવ્યું હતું કે અમારી માંગણીઓ નહિ સંતોષાય તો પશુપાલકો અને ગૌ ભક્તો અને બધા સમાજ ના સંગઠનો અને અગ્રણીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન કરીશું, ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત, ફૂલાભાઈ રબારી, સર્વિનભાઈ પટેલ, કનુભાઈ દેસાઈ, દશુભાઈ દેસાઈ , પ્રતીકભાઈ પટેલ અને અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/