ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તાર માં બિસ્કિટ ના બોક્સ માં દારૂના જથ્થા ની હેરાફેરી કરતા આરોપીને કુલ રૂ. 1.49 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરતી વડોદરા પીસીબી પોલીસ
રાજ્ય માં સામાન્ય રીતે બાઇક, એક્ટિવા, કાર અથવા ટ્રક અને ટેમ્પોમાં રાજ્ય બહારથી દારૂનો જથ્થો લાવી શહેરમાં ઠાલવામાં આવતો હોય છે. પરંતુ વડોદરા ના ગોરવા BIDC ના એક ગોડાઉન માં દારૂ ની હેરાફેરી કરવા માટે બુટલેગરે કઈક નવોજ કીમિયો અપનાવ્યો, બુટલેગરે દારૂ ની હેરાફેરી કરવા બિસ્કિટ ના ખાલી બોક્સ નો ઉપયોગ કર્યો, જેમાં તેણે જુદી જુદી વિદેશ બ્રાન્ડનો દારૂનો જથ્થો બિસ્કિટની વિવિધ બ્રાન્ડના બોક્સમાં ભરી સંતાડેલ હતો. આ અંગેની બાતમી પીસીબી ના અનાર્મ પો,કો ગવરાજસિંહ ને થતા તેઓ પીસીબી ની ટીમ સાથે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તાર ના બીઆઇડીસી સ્થિત ગોડાઉનમાં રેઇડ કરતા પારલે-જી, ક્રેકઝેક, મોનેકો જેવી વિવિધ બિસ્કિટની બ્રાન્ડના ખોખાઓ જોવા મળ્યાં હતા. પહેલી નજરે દેખાતા બિસ્કિટના ગોડાઉનમાં પડેલા ખોખાઓની પોલીસે તપાસ કરતા તેમાંથી જુદી જુદી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી હતી. જેથી પોલીસે બુટલેગર દિપ દવેની અટકાયત કરી દારૂના જથ્થા સહીત કુલ રૂ. 1.49 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA