એસએસજી હોસ્પિટલ ના કોવિડ વોર્ડ માં આગ નો બનાવ! કોરોના દર્દી ને અન્ય જગ્યા એ શિફ્ટ કર્યા!
એસએસજી હોસ્પિટલ ના કોવિડ વોર્ડ માં આગ નો બનાવ! કોરોના દર્દી ને અન્ય જગ્યા એ શિફ્ટ કર્યા!
થોડા સમય પહેલા અમદાવાદ ની ખાનગી હોસ્પિટલ શ્રેય માં કોરોના વોર્ડ માં આગ આ દર્દીઓ નું મોત નીપજ્યું હતું, તે ઘટના ને હજુ ભુલાઈ નથી ત્યાંતો વડોદરા નીએસએસજી હોસ્પિટલમાં કોરોના વોર્ડ માં શોર્ટ સર્કિટ થી આગ લાગી ,હોસ્પિટલ ના કોરોના વોર્ડ માં તાત્કાલીક સારવારમાં 35 થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા તે દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગવાની દુર્ધટના બની. બનાવને પગલે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરીને યુદ્ધના ધોરણે તમામ દર્દીઓને ગોત્રી મેડીકલ કોલેજ તથા અન્યત્રે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે કલેક્ટર, કમિશ્નર, ઓએસડી સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
એસએસજી હોસ્પિટલમાં આવેલી ડેડીકેટેડ કોવીડ બિલ્ડીંગમાં મંગળવારે શોર્ટ સર્કિટ થતા આગની ઘટના સામે આવી હતી. દરમિયાન આઇસીયુ – 1 અને 2 માં સહિત અન્ય વોર્ડમાં મળીને આશરે 35 જેટલા લોકોની સારવાર ચાલી રહી હતી. જેમાં મોટાભાગના લોકો આધેડ હતા. આગ લાગતા વિજળી ગુલ થઇ હતી અને ટોર્ચના સહારે દર્દીઓને રેસ્ક્યૂ કરી બહાર લાવવામાં આવ્યા હતા. લિફ્ટ બંધ હોવાને કારણે દર્દીઓને તેમના બેડ સહિત નીચે દાદરા મારફતે લાવવામાં આવ્યા હતા. તેની સાથે કેટલાક દર્દીઓને સ્ટ્રેચર પર નીચે લાવવામાં આવ્યા હતા. આગ લાગતા જી સાથે કોરોના દર્દી ઓ માં અફડાતફડી મચી ગઇ હતી,
ઘટનાના પ્રથમ 30 મિનીટ સુધી લાઇટ ગુલ રહેતા દાદરા મારફતે લોકોને વોર્ડમાંથી બહાર લાવવામાં આવ્યા હતા. આગ લાગવાને કારણે વેન્ટીલેટર પણ બળીને ખાખ થયું હતું. ઘટનાની જાણ થતા મ્યુનિસીપલ કમિશ્નર, પોલીસ કમિશ્નર, મેયર, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. આગની ઘટનામાં એફએસએલ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. હોસ્પિટલ ની બહાર કામ ચલાઉ હોસ્પિટલ ચાલુ કરવા માં આવ્યું, ત્યારબાદ દર્દીઓ ગોત્રી સહિત અન્ય હોસ્પિટલો માં લઈ જવા માં અવાયા, ગુજરાત માં હોસ્પિટલો માં વધી રહેલા આગના બનાવો ચિંતાજનક અને ભયજનક સાબિત થઈ શકે છે!
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
www.nsnews.in
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA