વડોદરા ના યાકુતપુરા માં ફાયરિંગ કરનારા 2 આરોપીઓ ની અમદાવાદ થી ધરપકડ કરતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ
વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આશિયાના બિલ્ડિંગમાં રહેતા પરિવાર ઉપર 2 જેટલા હુમલાખોરોએ ધડાધડ ફાયરિંગ કરતાં એક મહિલાને ગંભીર ઇજા પોહચી હતી, ફાયરિંગની ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી, વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલ સોડા ફેક્ટરીની સમગ્ર બનાવના પગલે પોલીસે પરિવારના અન્ય સભ્યોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, મિલકત બાબતે કૌટુંબિક ઝઘડા ચાલતા હતા મિલકત બાબતે ચાલતા કૌટુંબિક ઝઘડામાં ફાયરિંગ થયું હોવાનું અનુમાન સાથે પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી હતી, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ના DCP જયદીપસિંહ જાડેજા ની ટિમ અને ટેક્નિકલ સોર્સ અને બતમીધારો ની મદદ ની ક્રાઇમ બ્રાન્ચે 36 કલાક ની અંદર ના સમય માં 2 આરોપીઓ ની અમદાવાદ થી ધરપકડ કરી લીધી છે.
ધરપકડ કરેલ આરોપીના નામ
૧) મોઇન અબ્દુલરહેમાન શેખ. રહે – આમીર ડુપ્લેક્સ તાંદલજા વડોદરા
૨) અમજદશા આમદશા દીવાન. રહે-તમાચાવાલા બાવાની ગલી યાકુતપુરા વડોદરા મૂળ ઇન્દોર એમપી.
ધરપકડ કરેલ આરોપી માંથી મોઇન અબ્દુલરહેમાન શેખ ઉપર વડોદરા અલગ અલગ પોલીસ સ્ટેશન અને પાદરા ના પોલીસ સ્ટેશન માં બીજા કેટલાય ગુન્હા ના કેસ નોંધાયેલા છે.
પોલીસે કબ્જે કરેલ.મુદ્દામાલ
૧) દેશી પીસ્ટોલ :- ૧૦૦૦૦/-
૨) મોબાઈલ 4 નંગ :- ૧૧૦૦૦/-
૩) એવીયેટર મોપેડ બાઈક :- ૩૦૦૦૦/-
એમ મળી કુલ ૫૧૦૦૦/- નો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યો.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)