શાહીબાગમાં નજીવી બાબતમાં પાડોશીએ મહિલાની હત્યા કરી , શ્વાન બાબતે પાડોશી પર છરી વડે હુમલો કર્યોં
અમદાવાદમાં એક નજીવી બાબતમાં પાડોશીએ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. શ્વાન બાબતે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પાડોશીએ મહિલા અને તેના પતિ પર છરીના ઘા મારી હુમલો કરી દીધો હતો. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે મહિલાના પતિને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આરોપી હત્યારો ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયો હતો. મળતી વિગત મુજબ, શહેરના શાહિબાગ ખાતે ગણપત સોસાયટીમાં રહેતા હર્ષિતા રાઠોડ અને તેના પતિ દીપક રાઠોડ પર પાડોશી મનોજ અને તેના બે પુત્રોએ ઘાતક હુમલો કર્યો હતો. પાડાશીએ શ્વાન બાબતે બોલાચારી કરી મારા મારી કરી હતી. બાદમાં મામલો વધુ ઉગ્ર બનતા પાડોશીઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને હર્ષિતા રાઠોડ તેમજ તેના દીપક રાઠોડ પર છરી વડે હુમલો કરી દીધો હતો. આરોપીઓ હુમલો કર્યા બાદ ભાગી ગયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત હર્ષિતા રાઠોડે ઘટનાસ્થેળે જ દમ તોડ્યો હતો. તો બીજી તકફ લોહી લુહાણ હાલતમાં પતિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જો કે પતિની હાલત અતિ નાજુક જણાવી રહી છે.દિપક ભાઈ પરિવારનું કહેવું છે કે આરોપીઓ ઘટના ને અંજામ આપ્યા બાદ ધમકી આપી ગયા છે. આરોપીઓ હત્યા કર્યા બાદ ધમકી આપી કે ફરી આવશે અને હુમલો કરશે. પરિવારના જણાવ્યા મુજબ, ડિસેમ્બર ૨૦૧૯ માં પણ આરોપીઓ હુમલો કર્યા હતો અને જેની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.હાલ આ મામલે શાહીબાગ પોલીસે ગુનો નોંધી ફરાર હત્યાના આરોપીઓને શોધી કાઢવા તજવીજ હાથ ધરી છે.
નૈતિક સમાચાર(NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/