આરોગ્યગુજરાતજીવનશૈલીવ્યાપાર

ઓઇલ યુક્ત પાણી ખેતરો માં ફરી વળતા ખેડૂતો ને લાખો નું નુકશાન ! 18 જેટલા ખેડૂતો ના પાક ને અને જમીન નેં નુકશાન

ઓઇલ યુક્ત પાણી ખેતરો માં ફરી વળતા ખેડૂતો ને લાખો નું નુકશાન ! 18 જેટલા ખેડૂતો ના પાક ને અને જમીન નેં નુકશાન


સામાજિક કાર્યકર્તા જોગેશ્વરી મહરાઉલ ના જણાવ્યા અનુસાર વડોદરા ના રિફાઈનરી કોયલી રોડ ની વચ્ચે આવેલ ઓએનજીસીના પોઇન્ટ પાસે કોયલી અને આજુબાજુના ગામના 18 થી વધુ ખેડૂતોને રિફાઇનરી, ઓએનજીસી , રિલાયન્સ માંથી આવતા ઓઈલ યુક્ત પાણી ના લીધે ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયેલ હોય જે સંદર્ભે આજરોજ કુમારી જોગેશ્વરી મહારાઉલ ની આગેવાનીમાં ખેડૂતો અને આ વિસ્તારના રહીશો ઓએનજીસી ના પોઈન્ટ પાસે ભેગા થયા હતા અને તેઓ દ્વારા સત્તાધીશોને વિનંતી સહ ચેતવણી આપવામાં આવી હતી કે આ જે ખેડૂતોને નુકસાન થયેલ છે એ નુકસાનની ભરપાઈ કરવામાં આવે અન્યથા આ બાબતે આગામી સમયમાં આ ઓદ્યોગિક એકમો થી ઘેરાયેલા ગામો ના હિત માં ગાંધીચિંધ્યા માર્ગે ખેડૂતો તથા ગ્રામ જનોને સાથે રાખીને આંદોલન ના મંડાણ કરવા માં આવશે આ ઉદ્યોગો ની આજુબાજુના કોયલી,કરચિયા,બાજવા,રણોલી, અનગઢ, ઉંડેરા જેવા સંખ્યા બંધ ગામો ને સાથે રાખીને આ ગામો ના ખેડૂતોના હિત માટે આંદોલનનાં કરવામાં આવશે અને જેની તમામ જવાબદારી સંબંધિત સત્તાધીશોની રહેશે જેની ગંભીર નોંધ લેવાની રહેશે, વધુ માં સામાજિક કાર્યકર્તા જોગેશ્વરી મહરાઉલ એ જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતો ને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે

 

આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button