આરોગ્યગુજરાતદેશ દુનિયારાજકારણવ્યાપાર

લોકડાઉન કર્યા વિના સ્વીડને કોરોના વારયસને હરાવ્યો , સ્વીડન યુરોપનો એવો દેશ હતો જેણે કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારે કડક લોકડાઉન લાગુ નહોતું કર્યું

લોકડાઉન કર્યા વિના સ્વીડને કોરોના વારયસને હરાવ્યો , સ્વીડન યુરોપનો એવો દેશ હતો જેણે કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારે કડક લોકડાઉન લાગુ નહોતું કર્યું

દુનિયાભરના દેશોમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. વિશ્વભરના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની વેક્સીન શોધી રહ્યા છે કે જેથી લોકોને આ મહામારીથી બચાવી શકાય. ત્યારે યુરોપના એક દેશ સ્વીડને કોરોના વાયરસને હરાવી દીધો હોવાનો દાવો એક્સપર્ટ કરી રહ્યા છે. આ એક્સપર્ટના કહેવા મુજબ સ્વીડને દેશમાં લોકડાઉન લાગુ કર્યા વિના જ કોરોના વાયરસને હરાવી દીધો છે અને હર્ટ ઈમ્યુનિટી મેળવી લીધી છે. સ્વીડન યુરોપનો એકમાત્ર એવો દેશ હતો જેણે કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારે કડક લોકડાઉન લાગુ નહોંતું કર્યું. હવે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તેના કારણે સ્વીડન કોરોના વાયરસના બીજા તબક્કાથી બચી ગયું અને અહીં ગત માર્ચ મહિનાથી કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વીડનમાં દર ૧ લાખે લોકોએ માત્ર ૨૮ જ સંક્રમિત હોવાનું નોંધાયું છે. આ સંખ્યા યુકે કરતા અડધી છે. યુકેમાં દર ૧ લાખે ૬૯ લોકો સંક્રમિત છે. કોપનહેગનની નેઈલ્સ બોહર ઈન્સ્ટિટ્યૂટના કોરોના વાયરસ સંક્રમણની બાબતોના એક્સપર્ટ પ્રોફેસર કિમ સ્નેપેને કહ્યું કે, સ્વીડને કદાચ કોરોના વાયરસને હરાવી દીધો છે. તેમણે ડેનમાર્કના પોલિટિકેન ન્યૂઝ પેપરને જણાવ્યું કે, ‘એવા કેટલાક પુરાવા છે કે સ્વીડનના લોકોમાં ઈમ્યુનિટી વધી છે, જે આ રોગને કાબુમાં રાખવા માટે પુરતી છે. કદાચ અહીં મહામારીનો અંત આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોના માહામારી દુનિયામાં ફેલાવાની શરૂ થઈ અને દુનિયાભરના દેશોમાં લોકડાઉન લાગુ કરાયું ત્યારે સ્વીડનને અલગ રસ્તો અપનાવતા તેની ટીકા કરવામાં આવી હતી. એ સમયે ત્યાં કોરોનાથી ડેનમાર્ક કરતા ૫ ગણા, ફીનલેન્ડ અને નોર્વે કરતા ૧૦ ગણા લોકોના મોત થયા હતા. એપ્રિલમાં તો દર ૨૪ કલાકમાં ૧૧૫ લોકોના મોત થઈ રહ્યા હતા. પરંતુ હવે સ્થિતિ એવી છે કે, કોરોના વાયસરથી સાત દિવસમાં સરેરાશ થતા મોતનો આંકડો હવે ઝીરો પર આવી ગયો છે. નો-લોકડાઉન સ્ટ્રેટેજીનો ચહેરો બનીને ઊભરેલા સ્વીડનના એપિડેમિઓલોજિસ્ટ એન્ડર્સ ટેગનેલે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હાઈજિન અંગે સ્વયંભૂ રાખવામાં આવતી તકેદારી સંપૂર્ણ લોકડાઉન જેટલી જ અસરકારક છે. સ્વીડનમાં સ્કૂલો ચાલુ રાખી હતી, ૫૦થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો હતો અન ૭૦ વર્ષથી ઉપરના અને અશક્તોને સેલ્ફ-આઈસોલેટ રહેવા કહ્યું હતું.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button