આરોગ્યગુજરાતદેશ દુનિયારાજકારણવ્યાપાર

સંસદ બાદ હવે કૃષિ બિલને રાષ્ટ્રપતિએ લીલીઝંડી આપી , ખેડૂતો-રાજકીય પક્ષોના વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિએ સંસદથી પાસ ખેતી સાથે જોડાયેલા બિલો પર પોતાની મંજૂરી આપી

સંસદ બાદ હવે કૃષિ બિલને રાષ્ટ્રપતિએ લીલીઝંડી આપી , ખેડૂતો-રાજકીય પક્ષોના વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિએ સંસદથી પાસ ખેતી સાથે જોડાયેલા બિલો પર પોતાની મંજૂરી આપી

કિસાનો અને રાજકીય પક્ષોના સતત વિરોધ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રવિવારે ચોમાસુ સત્રમાં સંસદથી પાસ કિસાનો અને ખેતી સાથે જોડાયેલા બિલો પર પોતાની મંજૂરી આપી દીધી છે. કિસાન અને રાજકીય પક્ષ આ બિલને પરત લેવાની માગ કરી રહ્યાં હતા પરંતુ તેમની અપીલ કામ આવી નથી. સંસદના ચોમાસુ સત્રમાં લાવવામાં આવેલ ખેડુતો વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) બિલ ૨૦૨૦, ખેડુતો (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ બિલ ૨૦૨૦, આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) બિલ -૨૦૨૦ને પહેલા સંસદના બંન્ને ગૃહોની મંજૂરી મળી ચુકી છે. હવે તેના પર રાષ્ટ્રપતિની મહોર પણ લાગી ગઈ છે. આ ત્રણેય બિલ કોરોના કાળમાં પાંચ જૂને જાહેર કરાયેલા ત્રણ અધ્યાદેશોનું સ્થાન લેશે. આ વચ્ચે બુધવારે કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યા હતા. વિપક્ષના પ્રતિનિધિમંડળ તરફથી ગુલામ નબી આઝાદ રાષ્ટ્રપતિને મળ્યા હતા. આઝાદે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ જણાવ્યુ હતુ કે, તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે અને કહ્યું કે, બધા રાજકીય પક્ષો સાથે વાત કરીને આ બિલ લાવવાની જરૂર હતી. તેમણે કહ્યું હતું કે દુર્ભાગ્યથી આ બિલ ન સિલેક્ટ કમિટીને મોકલવામાં આવ્યા ન સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવ્યા. પાંચ અલગ-અલગદ પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા. કિસાન બિલોને લઈને વિપક્ષ દ્વારા સતત પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગુલામ નબી આઝાદે કહ્યુ હતુ કે કિસાન પોતાના લોહી-પરસેવાને એક કરીને અનાજ પેદા કરે છે. કિસાન દેશની કરોડરજજુ છે. સંસદના બંન્ને ગૃહોએ ૩ મહત્વના કૃષિ બિલના વિરોધમાં વિપક્ષમાં સામેલ રાજકીય પક્ષો સહિત કિસાન સંગઠનો દ્વારા ૨૫ સપ્ટેમ્બર શુક્રવારે ભારત બંધ બોલાવવામાં આવ્યું હતું. જેની સૌથી વધુ અસર ઉત્તર ભારત, ખાસ કરીને પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં જોવા મળી હતી.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

 

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button