ગુજરાત રિફાઈનરી કંપનીમાં સ્થાનિક ગામોના બેરોજગાર યુવાનોને રોજગારી માટે આવેદન પત્ર આપી, કર્મચારીઓ ની ભલાઈ માટે RTI માંગવામાં આવી
આજરોજ રિફાઇનરી મેનેજમેન્ટ ને સામાજિક કાર્યકર્તા જોગેશ્વરીબેન મહરાઉલ દ્વારા લેખિત માં આવેદન સહ આરટીઆઇ આપી આ સંદર્ભ વિસ્તૃત ચર્ચા કરી આ વિસ્તારના ગામો રણોલી, કરચિયા, બાજવા ,કોયલી, ઉંડેરા, અનગઢ, ધનોરા જેવા ગામોનાં સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે તથા લેન્ડ લૂઝર્સ ખેડૂતોના વારસદારોને રોજગારી આપવા માટે ચર્ચા કરવામાં આવેલ આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યના લોક પ્રતિનિધિઓને સાંભળી તેઓની સુચના મુજબ ગ્રામ્ય વિકાસ ના આ વિસ્તારમાં કામો કરવા માટે કંપનીને જાણ કરેલ છે
વધુ માં સામાજિક કાર્યકર્તા જોગેશ્વરી બેન એ જણાવ્યું હતું કે જો કંપની દ્વારા સ્થાનિક બેરોજગાર યુવાનોને હજુ પણ અન્યાય કરવામાં આવશે તો આ બાબતે આ વિસ્તારના ગામોના સ્થાનિક બેરોજગાર યુવાનો સહિત જમીન ગુમાવનાર ખેડૂતોને સાથે રાખી ઝલદ આંદોલનના મંડાણ કરવામાં આવશે જે બાબતની સંપૂર્ણ જવાબદારી સત્તાધીશોની રહેશે આ બાબતે તેઓને ગંભીર નોંધ લેવા લેખિતમાં તેમજ મૌખિક માં જાણ કરવામાં આવેલ છે.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/