કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ના અનુસંધાને જિલ્લા ચુંટણી અધિકારીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજી બેઠક
ભારતના ચૂંટણી પંચે વડોદરા જિલ્લાની 147 કરજણ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી યોજવાની જાહેરાત કરી છે.
તેના અનુસંધાને જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
તેમણે ચુંટણી યોજવાના પંચે નિર્ધારિત કરેલા સમય પત્રક,ઉમેદવારી પત્રો આપવા અને ભરેલા ઉમેદવારી પત્રો સ્વીકારવાની વ્યવસ્થા,બેઠકના ચુંટણી અધિકારી,મદદનીશ ચુંટણી અધિકારીની નિયુક્તિ અને પંચે નિર્ધારિત કરેલી આચાર સંહિતા સહિત વિવિધ જરૂરી બાબતોની જાણકારી આપી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર.પી.જોશીએ જરૂરી જાણકારી આપી હતી. ચુંટણી ને અનુલક્ષીને જરૂરી સાહિત્ય તમામ ઉપસ્થિત પ્રતિનિધિઓ ને આપવામાં આવ્યું હતું.
તેમજ ઉપસ્થિત પક્ષ પ્રતિનિધિઓને વરિષ્ઠ મતદારો, દિવ્યાંગ મતદારો અને કોવિડ પ્રભાવિત મતદારોની ત્રણેય કેટેગરી માટે પોસ્ટલ બેલેટ વડે મતદાન કરવાની વ્યવસ્થાની વિગતવાર સમજ આપવામાં આવી.
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/