દેશમાં સામૂહિક દુષ્કર્મના કેસ વર્ષમાં બમણાં થયા , સુરત – અમદાવાદમાં મહિલા સામે ગુનાખોરીમાં વધારો સુરતમાં વર્ષમાં ૪૨, અમદાવાદમાં ૧૫ ટકા કેસ વધ્યા
દેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનામાં ૨૦૧૮ની તુલનાએ ૨૦૧૯માં ખૂબ જ મોટો વધારો જોવા મળ્યો છે. ૨૦૧૯માં દુષ્કર્મ પીડિતાઓની સંખ્યમાં વધારો થયો છે જેમણે કહ્યું હોય કે તેમની સાથે એક જ વ્યક્તિ દ્વારા એકથી વધુવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા ક્રાઈમ ઇન ઇન્ડિયા ૨૦૧૯ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં આ અંગે ખુલાસો થયો છે. ૨૦૧૮ના રિપોર્ટમાં આવા પ્રકારના કેસની સંખ્યા ૩૦ હતી જે ૨૦૧૯માં વધીને ૬૨ પહોંચી ગઈ છે. તો સામુહિત દુષ્કર્મના કેસની સંખ્યામાં પણ ૨૦૧૮ના ૭થી વધીને ૨૦૧૯માં ૧૪ થઈ ગઈ છે. દુષ્કર્મની ઘટનાઓનું એનાલિસિસ જણાવે છેકે ૯૬.૪ ટકા પીડિતા તેની સાથે આ ઘૃણાસ્પદ કૃત્યુ આચરનારને ઓળખતી હતી. આ ઘટનાઓમાં એક પીડિતા સાથે જ્યારે દુષ્કર્મ આચરવામાં આવ્યું ત્યારે તે ગર્ભવતી હતી જ્યારે ૪ પીડિતા શારીરિક કે માનસીક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના બે મુખ્ય શહેરો સુરત અને અમદાવાદમાં મહિલાઓ વિરુદ્ધ ગુનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં મહિલાઓ વિરુદ્ધ ગુનામાં એક જ વર્ષમાં ૪૨ ટકાનો વધારો આવ્યો છે. ૨૦૧૮માં સુરતમાં ૭૧૨ કેસ નોંધાયા હતા જેની સામે ૨૦૧૯માં સુરતમાં ૧૦૧૫ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં પણ ૨૦૧૮ના ૧૪૧૬ કેસની સામે ૨૦૧૯માં ૧૫ ટકા વધારે કેસ સાથે ૧૬૩૩ કુલ ગુના નોંધાયા છે. જો તુલનાત્મક વાત કરવામાં આવે તો ગુજરાતમાં આઈપીસી, સ્પેશિયલ કાયદા અને લોકલ કાયદા હેઠળ નોંધાયેલા ગુનાઓમાં એક વર્ષમાં કુલ મળીને ૫.૬ ટકાનો વધારો થયો છે. અમદાવાદમાં દુષ્કર્મની ઘટનામાં ૨૨ ટકાનો વધારો થયો છે. જેમાં ૨૦૧૮ના ૬૮ કેસની સામે ૨૦૧૯માં ૮૩ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં આ મામલે ૮.૭ ટકાનો ઘટાડનો નોંધાયો છે. અહીં ૨૦૧૮ના ૪૬ કેસની સામે ૨૦૧૯માં ઘટીને ૪૨ કેસ નોંધાયા છે. રાજ્યમાં બાળકો વિરુદ્ધના ગુનામાં પણ વધારો નોંધાયો છે. રાજ્યમાં પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ(પોક્સો) એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં વાર્ષિક ૫ ટકાનો વધારો નોંધાયો છે. ૨૦૧૯માં કુલ ૨૨૨૭ કેસ પોક્સો હેઠળ નોંધાયા છે જેમાં ૧૫૩૯ કેસ દુષ્કર્મ, ૩૩૭ કેસ સેક્સ્યુઅલ એસોલ્ટ, ૨૫૮ કેસ શારીરિક છેડછાડ અને ૯ કેસ ચાઇલ્ડ પોર્નોગ્રાફીના છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/