આહવા તાલુકા માં સુગર ફેક્ટરી માં જઇ રહેલ ટ્રક બ્રેક ફેઈલ થતા પલ્ટી ખાઈ ગઈ!
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા મા સમાવિષ્ટ કૉસબે અને જવતાતાલાથી મજૂર ભરી સાયણ સુગર ફેક્ટરીમાં જઈ રહેલી ટ્રક નં.જી.જે. 05 વી.5003 જ્યારે સાપુતારાથી મહાલ થઈ બરડીપાડાને સકલતા રાષ્ટ્રિયધોરી માર્ગના મહાલ -બરડીપાડીપાડા વચ્ચેથી પસાર થતી રહી હતી ત્યારે ટ્રકની બ્રેક ફેલ થઈ જતા મજૂરોથી ભરેલી ટ્રક માર્ગનાં સાઇડમાં પલ્ટી મારી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ અકસ્માતનાં બનાવમાં જાનહાનિ તલી જતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો. આ અકસ્માતમાં 8 જેટલા ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે અહવા સિવીલ હૉસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
લેખરાજ સામાનાની
ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/