નંદેસરી પાસે દામપુરા ગામ માં બે માતા પિતાના ના એકના એક દીકરાઓ ઉપર દીવાલ ધરાશાયી થતા મોત ને ભેટ્યા! સમગ્ર પંથકમાં માં શોક ની લાગણી!
નંદેસરી પાસે આવેલ દામપુરા ગામમાં વર્ષો જુના ઘર ની દિવાલ ધરાશાયી થતા 2 ભૂલકાઓ ના મોત,
રમતા રમતા મોત આવશે કોને ખબર બંને બાળ મિત્રો એ બાળપણ અને જિંદગી ને ટાટા બાય બાય કીધું!
પ્રાપ્ત વિગત અનુસાર નંદેસરી પાસે આવેલ દામાપુરા ગામ ના ભાથીજીવાળા ફળિયા માં રહેતા 2 બાળકો દિવગ્વિજય રણજીતસિંહ પરમાર અને વિક્રમ ઠાકોરભાઈ પરમાર એકજ કુટુંબ ના જેઓની ઉંમર આશરે 10 થી 12 વર્ષ હશે, આ બંને બાળકો આંગણવાડી માં આવેલ સરકારી નાસ્તો લેવા માટે ઘરે થી નીકળ્યા હતા, તે દરમિયાન ખડીયાત (જૂનો રસ્તો) રસ્તા માંથી પર આવેલ એક વર્ષો જુના મકાન ની આશરે 10 ફૂટ ઊંચી દીવાલ અચાનક ધરાશાઇ હતી, આ દીવાલ ધરાશાયી થતા દિગ્વિજય અને વિક્રમ નામના બંને ભૂલકાઓ ઉપર આ દીવાલ પડી હતી, જેના કાટમાળ માં આ બંને બાળકો દટાઈ ગયેલ, માથા અને પેટના ભાગમાં ગંભીર ઇજાઓ પોહચી હતી, ગ્રામજનો એ તાત્કાલિક બાળકો ને બહાર કાઢી ને એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે મોકલેલ , પરંતુ તબીબે બંને બાળકો ને મૃતક જાહેર કરેલ.બંને બાળકો ના મોત ના સમાચાર થી સમગ્ર પંથકમાં શોક નું મોજું ફરી વળ્યું,
આર્યનસિંહ ઝાલા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/