આરોગ્યગુજરાત

ઝઘડિયા નાયબ કલેકટરની રોંગ સાઇડ ઉપર જતી ગાડીએ સામેથી આવતા બાઈક સવાર પોલીસ કોન્સ્ટેબલ ને ટક્કર મારતા પિતા પુત્રને ઈજાઓ પહોંચી!

ઝઘડિયા નાયબ કલેકટરની રોંગ સાઇડ ઉપર જતી ગાડીએ સામેથી આવતા બાઈક સવાર પોલીસ કોન્સ્ટેબલ ને ટક્કર મારતા પિતા પુત્રને ઈજાઓ પહોંચી!

અંકલેશ્વર સારવાર માટે જતા બીમાર પોલીસ કોન્સ્ટેબલનો આ અકસ્માતમાં પગ ભાગી જવા પામ્યો.
ઝઘડિયા તાલુકાના નાયબ કલેકટરની સરકારી જીપના ચાલકે વાહનને રોંગ સાઇડ ઉપર હંકારી ગઈકાલે બપોરના સમયે સામેથી આવતી એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી અત્રે ઉલ્લેખનીય છે કે બાઈક સવાર એ રાજપારડી પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે જ્યારે તેનો પુત્ર પોલીસ કોન્સ્ટેબલને લઈને ઝઘડિયા તરફ આવતો હતો ત્યારે રાજપારડી ના ખડોલી ગામ નજીક નાયબ કલેકટરની સરકારી જીપે બાઇકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલના પગે ફેક્ચર થયું હતું તો બાઈક ચાલક તેના પુત્રને શરીર ઉપર નાની મોટી ઈજાઓ પહોંચી હતી રાજ પારડી પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રવીણ ભાઈ ચંદુભાઇ તડવી ને બીપી તેમજ ડાયાબિટીસની બીમારી છે ગત બપોરના સમયે તેઓની તબિયત અચાનક લકડી પડતાં તેમનો પુત્ર તેમને નસવાડી થી બાઈક નંબર GJ 16 સીસી 8298 ઉપર લઈને અંકલેશ્વર સારવાર માટે લઈ જવા નીકળ્યો હતો દરમિયાન ઝઘડિયા નાયબ કલેકટર પોતાની સરકારી જીપ નંબર GJ 16 જી ઝીરો 765 માં સવાર થઈ જતા હતા જ્યારે સરકારી જીપના ચાલકે જીપને રોંગ સાઇડ ઉપર હંકારી જતા અને અચાનક વળાંક લઇ લેતા ખડોલી ગામ નજીક સામેથી આવતી બાઈકને જોરદાર ટક્કર મારી હતી બાઈક સવાર વિરાજ તડવી તેમજ પાછળ બેઠેલા તેના પિતા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણ તરવી ને આ અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી નાયબ કલેકટર દ્વારા ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલને તેમને જીપમાં બેસાડી અવિધા પીએચસી ખાતે લઇ ગયા હતા બાઈક સવાર વિરાજ તડવી ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે બાઈક ઉપર પાછળ બેઠેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણ તડવી ને પગ તેમજ શરીરના અન્ય ભાગે ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં પ્રવિણ તડવીને ડાબા પગના ભાગે ફેક્ચર થયું હતું બનાવ સંદર્ભે પોલીસ કોન્સ્ટેબલ ના પુત્ર વિરાજ પ્રવિણભાઈ તડવી એ ઝઘડિયા નાયબ કલેકટરની સરકારી સુમો જીપના ચાલક સામે રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે . જે બનાવે રાજપારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોરદાર રસ્તા હાલ બિસ્માર હાલતમાં ફેરવાયા છે જે કારણે સરકારી વાહનો થી લઈ ખાનગી વાહનો રોંગ સાઇડ ઉપર પોતાના વાહનને હંકારી રહ્યાં છે જે કારણે પણ અકસ્માતના બનાવો માં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે

નિમેષ ગોસ્વામી
ઝઘડિયા
નૈતિક સમાચાર (NS NEWS)

વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button