ડાંગ જિલ્લાના રાજકીય ઇતિહાસમાં વિરલ ઘટના બની છે. વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ રાજમાં વિકાસ ન થતો હોવાનું જણાવી કોંગી સરપંચો, તાલુકા જિલ્લા સદસ્યો સાગમટે ભાજપની કંઠી ધારણ કરી રહ્યા છે.
ઉત્તર ડાંગ વિસ્તારમાં આવેલ બરડીપાડા ગામે સમગ્ર જિલ્લામાંથી ઉપસ્થિત રહેલા 250 થી વધુ ખ્રિસ્તી પાસ્ટરો, પાદરીઓ ભાજપનો ભગવો ખેસ ધારણ કરી વિધાનસભા પેટા ચૂંટણીમાં કોઈપણ ઉમેદવાર હોય કમળના ફૂલ ને ખિલાવવા વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપ છાવણીમાં ખુશી છવાઈ જવા સાથે કોંગી છાવણીમાં સન્નાટો વ્યાપી જતા રાજકીય માહોલ ગરમાયો છે.
આદિવાસીઓના મસીહા અને લોકપ્રિય કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ વાવાઝોડાની જેમ ત્રાટકી વર્તમાન તાલુકા સભ્યો અને પરંપરાગત કોંગેસી કાર્યકરોને ભાજપમાં જોડી દીધા છે. આ સાથે કોંગ્રેસની મજબૂત પકડ ધરાવતા બરડીપાડા સહિત જ્યાં છેલ્લી 2 લોકસભા વિધાનસભા માં ભાજપને બુથ ઉપર નુકશાન થયું હતું તેવી જગ્યાના ડાંગ જિલ્લાના નિર્ણાયક મતદારો એવા ખ્રિસ્તી મિશનરીના 250 થી વધુ પાસ્ટરો અને આગેવાનો સાથે મિટિંગ કરી હતી, આ મિટિંગમાં ખ્રિસ્તી આગેવાનોએ જાહેરમાં આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા વચન આપ્યું છે. પરંપરાગત કોંગ્રેસના મતદારો ગણાતા ખ્રિસ્તી સમાજના 50 હજાર મતદારો મહત્વના મનાય છે.તેવામાં સુબિર તાલુકા પંચાયતના માજી પ્રમુખ રાજેશભાઈ ગામીતની મહેનત અને સક્રિયતાને કારણે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવા સક્રિય બન્યા છે. છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના ચૂંટાયેલા નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડતા વિધાનસભા ચૂંટણી પહેલા જ ડાંગ કોંગ્રેસનો અસ્તિત્વ મટવાના કગાર આવી જવા પામી હોવાનું જણાય રહ્યું છે. આદિવાસીઓના મસીહા ગણાતા મંત્રી ગણપત વસાવાના ડાંગ જિલ્લાના પ્રવાસ અને સ્થાનિક લોકોના પ્રશ્ર્નો માટે કામ કરતા જોઈ વિવિધ સંગઠનોના આગેવાનો , ખ્રિસ્તી સમાજના લોકો સૌના સાથ સૌના વિકાસના સૂત્રને અપનાવી હવે સરકારની સાથે રહેવા વચન બદ્ધ થયા છે.આ કાર્યક્રમમાં ચૂંટણી ઇન્ચાર્જ પુરણેશભાઈ મોદી, સંગઠન વિસ્તારક અશોકભાઈ ધોરજીયા,પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા,માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ ,મહામંત્રી દશરથભાઈ પવાર,જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી,જગદીશ ગામીત,સુબીર તાલુકાના માજી પ્રમુખ રાજેશભાઈ ગામીત,બાલુભાઈ વળવી,છગન ગાવીત,રામુ મહાલા,વસંત કુંવર,વીનેશ ગાંવીત, સહિત મોટી સંખ્યામાં ખ્રિસ્તી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
લેખરાજ સામનાની
ડાંગ આહવા