કોરોના વેક્સિન ફ્રી આપવા મુદ્દે ભાજપની સામે પંચમાં ફરિયાદ , બિહારમાં ભાજપના ઢંઢેરામાં જાહેરાતનો વિરોધ
કોરોના વેક્સિન ફ્રી આપવા મુદ્દે ભાજપની સામે પંચમાં ફરિયાદ , બિહારમાં ભાજપના ઢંઢેરામાં જાહેરાતનો વિરોધ
ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાનું ચૂંટણી ઢંઢેરો જોહર કર્યો હતો. આ ઢંઢેરામાં ભાજપે ઘણાં વચનો આપ્યા છે, પરંતુ ચૂંટણી પંચમાં એક વચન અંગે ફરિયાદ કરવામાં આવી છે. જે વચન અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે તે કોરોના રસી વિના મૂલ્યે રસી અપાવવાનું છે. હકીકતમાં, બીજેપીએ પોતાના ઢંઢેરામાં કહ્યું છે કે જો તે સત્તામાં આવે તો તમામ બિહારીઓ માટે કોરોના વેક્સિન મફત આપશે. બિહારમાં કોરોના રસી વિના મૂલ્યે આપાવવાના ભાજપના વચન અંગે કાર્યકર સાકેત ગોખલેએ ગુરુવારે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ગોખલેએ કહ્યું હતું કે, વેક્સિન પૂરી પાડવાનો ભાજપનો દાવો ચૂંટણી દરમિયાન કેન્દ્ર સરકારની સત્તાઓનો દુરુપયોગ છે કારણ કે ભાજપના કોઈ નેતા નહીં, પરંતુ નાણાં પ્રધાન ર્નિમલા સીતારમણ દ્વારા આ ઘોષણા કરવામાં આવી હતી. કેન્દ્રીય નાણાં પ્રધાન ર્નિમલા સીતારામને પટનામાં ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો. તે આગામી પાંચ વર્ષ દરમિયાન ‘આર્ત્મનિભર બિહાર’ માટે ૫ સુત્ર ૧ ગોલ ૧૧ ના ઠરાવ પર ભાર મૂકે છે. કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારામને કહ્યું કે બિહારના લોકો રાજકારણ અને વસ્તુઓ સારી રીતે સમજે છે. તે દેશનો એકમાત્ર રાજકીય પક્ષ છે જે તે કહે છે તે કરે છે. બિહારના લોકોને નરેન્દ્ર મોદીની સરકાર પર પૂરો વિશ્વાસ છે. કોરોના રોગચાળો અને લોકડાઉન પછી વડા પ્રધાને ગરીબો માટે મફત અનાજની જાહેરાત કરી હતી. સમગ્ર દેશની સાથે બિહારમાં છઠના તહેવાર સુધી અનાજ વિના મૂલ્યે ગરીબના ઘરે પહોંચાડવામાં આવી રહ્યું છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/