કારમાં ૯.૮૯૧ કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે ભીલવાડા રાજસ્થાન ના આરોપીને અણદેજ-સાણંદ રોડ ઉપરથી પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસ.
કારમાં ૯.૮૯૧ કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે ભીલવાડા રાજસ્થાન ના આરોપીને અણદેજ-સાણંદ રોડ ઉપરથી પકડી પાડતી અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસ.
પોલીસ મહાનિરીક્ષકશ્રી કે.જી.ભાટી સાહેબ, અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ જિલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનમાં નશીલા પદાર્થોનો વધતો વ્યાપ રોકવા સારૂ NDPS અંગે એસ.ઓ.જી.શાખાના ઇ.પો.ઇન્સ.શ્રી કે.કેજાડેજા નાઓને આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસધાને પો કો. શેલેષ માર દોલુભાઇ તથા પો કો. મહીંપાલસિક સુરેન્દ્રસિંહ નાઓને સયુકત રીતે ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે (૧) રાજમલ મુલાજી ગુર્જર હાલ રહેમકાન નં.-૩, વિભાગ-ર રણછોડનગર ગોતા વંદેમાતરમ ફલેટની બાજુમાં અમદાવાદ મુળ રહે-અલગવાસ પોસ્ટ-કરેડા તા-માંડીલ જી.-ભીલવાડા (રાજસ્થાન) વાળાને પોતાના કબજા ભોગવટાની મારૂતિ કંન્ટી-૮૦૦, કાર નં. GJ4D3829 માં ગેરકાયદેસર વગર પાસ-પરમીટે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે સાણંદ થોળ રોડ, અણદેજ ગામના ત્રણ રસ્તા પાસેથી ધરપકડ કરી તેના વિરૂધ્ધમા એન.ડી.પી.એસ. એક્ટ કલમ૮(સી), ર૦(બી), ર૯ મુજબ ગુન્હો સાણંદ પો.સ્ટે રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ઝડપાયેલા મુદ્દામાલ માં
(૧) સૂકો ભેજ વાળો ગાંજો -9 કિલો 891 ગ્રામ. કિંમત રૂપિયા – 98,910/-
(૨) રોકડા રૂપિયા – 1840/-
(૩) ગાડી – 20,000/-
(૪) ફોન – 5000/-
એમ કુલ મળી – 1,25,750/- રૂપિયા ના મુદ્દામાલ સાથે એક આરોપી ની અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસે ધરપકડ કરેલ.
પકડાયેલ આરોપી:(૧) રાજમલ મુલાજી ગુર્જર હાલ રહેમકાન નં.-૩, વિભાગ-૨ર રણછોડનગર ગોતા વદે માતરમ ફલેટની બાજુમા અમદાવાદ મુળ રહે-અલગવાસ પોસ્ટ-કરેડા તા-માડીલ જી.-ભીલવાડા (રાજસ્થાન)
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA