Uncategorized

કરજણ તાલુકાના મિયાગામમાં પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી ક્રુર હત્યા કરી પોતાના બે બાળકોને કુહાડીના ઘા ઝીંકી ઘાયલ કરી અને પોતે પણ આત્મહત્યા કરી લેતાં કરજણ પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો…

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયાગામના સુતરિયા ફળિયામાં રહેતા એક પરિવાર માટે શનિવારની રાત્રી કાળ બનીને ત્રાટકી હતી. પરિવારના મોભીએ જ પોતાની પત્નીને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી પોતાના વ્હાલસોયા બાળકોને પણ કુહાડીના ઘા ઝીંકી ઈજા પહોંચાડી અને પોતે પણ કરજણ રેલવે સ્ટેશનથી થોડે દૂર જઈ પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં સમગ્ર કરજણ પંથકમાં ભારે હાહાકાર મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના મિયાગામના સુતરિયા ફળિયામાં રહેતા બળવંતસિંહ રાયમલસિંહ સિંધાએ તેઓની પત્નીને કોઈની સાથે આડો સંબંધ છે તેવો વહેમે પતિ પત્ની વચ્ચે તકરાર થયા કરતી હતી જે તકરારે ગતરાત્રીના ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બળવંતસિંહે આવેશમાં આવી જઇ તેની પત્ની દક્ષાબેન ઉપર કુહાડીના ઘા ઝીંકતા દક્ષાબેનનું કરૂણ મોત નિપજવા પામ્યું હતું. બળવંતસિંહ એટલેથી ન અટકતા તેઓના વ્હાલસોયા પુત્ર અજય ઉ.વ. ૧૨ તથા ચેતન ઉ.વ. ‍૧૦ ને હાથના ભાગે કુહાડીના ઘા ઝીંકી ઘાયલ કરતા અજય તથા ચેતનને સારવાર અર્થે વડોદરા એસ એસ જી હોસ્પિટલમાં ખસેડાયા છે.

પોતાની પત્નીની હત્યા કર્યા બાદ તથા બાળકોને પણ ઘાયલ કરનાર બળવંતસિંહને પોતે આવેશમાં આવી જઇ ખોટું કર્યાનું ભાન થતાં બળવંતસિંહે પણ કરજણ રેલવે સ્ટેશનથી થોડે દૂર જઈ ડાઉન લાઈન પરથી પસાર થઈ રહેલી કોઈપણ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. મિયાગામ ખાતે રહેતા એક જ પરિવારના પતિ પત્નીના કરુણ મોત તેમજ પરિવારના બાળકોને થયેલી ઇજાઓને પગલે નાનકડા એવા મિયાગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા હતી સાથે સાથે સમગ્ર ગામમાં સ્મશાનવત શાંતિ પથરાઇ જવા પામી હતી. આમ એક હસતા રમતા પરિવાર પર જાણે કે કાળચક્ર ફરી વળ્યું હતું. હત્યા સંદર્ભે મૃતક દક્ષાબેનના ભાઇ જયરાજસિંહ રમણભાઇ પરમારે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે…

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button