મહિલા લેબ ટેકનિશિયનનો સિવિલના ક્વાર્ટરમાં આપઘાત ,પોલીસે આપઘાત મુદ્દે તપાસ હાથ ધરી
સુરત શહેરમાં આવેલી નવી સિવિલ હૉસ્પિટલની બાજુમાં આવેલા સ્ટાફના ક્વાર્ટરમાં રહેતી એક મહિલાએ આજે ગળફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. સિવિલની પેથોલૉજી લેબૉરેટરી કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. આ મહિલાએ કોઈ કારણોસર આજે આપઘાત કરી લેતા ગમગીની વ્યાપી ગઈ હતી. મૃતક મહિલા ૪૫ વર્ષના હતા અને તેમના પરિવાર સાથે રહેતા હતા. નવી સિવિલની પેથોલોજી લેબમાં પાંચેક વર્ષ કરતાં વધુ સમયથી કોન્ટ્રાક્ટ આધારિત ટેક્નિશિયનની નોકરી કરતાં ૪૫ વર્ષિય રમિક્ષાબેને બપોરના સમયે સાસુ હોલમાં હતા એ દરમિયાન ફાંસો ખાઈ લેતા સ્ટાફ ક્વાટર્સમાં ચકચાર મચી ગઈ હતી. હાલ પોલીસે સમગ્ર આપઘાત મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ મૃતક રમિક્ષા બહેને મોર્નિંગ સવારની શિફ્ટમાં નોરરી કરી અને બપોરે ૨.૦૦ વાગ્યે ક્વાટર્સમાં આવ્યાં હતાં. બાદમાં ચારેક વાગ્યે સાસુને હોલમાં રાખીને પોતે રૂમમાં જઈને પંખા સાથે ફાંસો ખાઈ અને જિંદગી ટૂંકાવી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ મરણજનાર મહિલાની સાસુને અણસાર આવી જતાં તેમણે બૂમાબૂમ કરી હતી. જેથી ક્વાટર્સના લોકો એકઠા થઈ ગયા હતાં.બાદમાં એક યુવક પાછળ પાઈપથી ચડીને બાલકનીમાં જઈને દરવાજો ખોલીને અંદર ગયો હતો. રમિક્ષા પટેલ પોતાની નોકરીમાં કોઈ તણવામાં હતા કે કેમ તેના અંગે કોઈ માહિતી મળી નથી પરંતુ સિવિલના આંતરિક સૂત્રો આ અંગે તપાસના અંતે ઘણું બહાર આવી શકે છે તેવું જણાવી રહ્યા છે. જોકે, મૃતક મહિલાના પરિવાર માટે હાલનો સમય કપરો છે કેમ કે તેઓ પરિણીત હતા અને તેમના આ પગલાંથી પરિવાર માથે આભ ફાટ્યૂ છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/