બિમાર બાળક જન્મતા માતા-પિતાએ તરછોડી દેતાં ચકચાર ,જામનગરની કમનસીબ ઘટના
પ્રતીકાત્મક તસ્વીર
હાય રે કળીયુગ, જામનગરમાં એક મહિનાના બાળકને માતા-પિતા જી.જી.હોસ્પિટલમાં તરછોડીને ફરાર થઈ જતા દોડધામ મચી ગઇ હતી. જીજી હોસ્પિટલના પોલીસ સ્ટાફે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિકાસગૃહના સંચાલિકા બહેનો દ્વારા ગંભીર બીમારી સ્વરૂપે દાખલ થયેલા બાળક માટે ત્રણ આયાની વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગરની જીજી હૉસ્પિટલમાં અજીબો ગરીબ કિસ્સો બન્યો છે. કળિયુગી માતા-પિતા કહી શકાય એવા દંપતીએ પોતાના માત્ર ૧ મહિનાના વહાલસોયા પુત્રને તરછોડી પોતાના વતનની વાટ પકડી લેતાં ભારે દોડધામ થઇ હતી. આખરે જી.જી.હોસ્પિટલના પોલીસ સ્ટાફે માનવતાભર્યું કાર્ય કર્યું હતું, અને બાળકના પિતાને ટેલિફોનિક જાણ કરી જામનગર પરત લાવવા દબાણ કર્યું છે, અને પિતાને પરત લાવવામાં આવી રહ્યા છે. માતા બાળકની બીમારીને લઈને પતિ સાથે ઝઘડો કરી પોતાના વતનમાં એકલી ચાલી ગઈ છે. સમગ્ર મામલે વિકાસ ગ્રહના સંચાલક બહેનોની મદદ લેવામાં આવી રહી છે અને ત્રણ આયા બહેનો દ્વારા હાલ જી જી હોસ્પિટલમાં દાખલ થયેલા બાળકની સારવાર માટે મદદ કરવામાં આવી રહી છે. આ ચકચાર જગાવનાર બનાવની વિગત એવી છે કે, જામનગરની જી.જી. હોસ્પિટલમાં શુક્રવારે સવારે જયપાલ દિનેશભાઈ ધારવા નામના એક મહિનાના બાળકને બાળકોના આઈ.સી.યુ. વિભાગમાં દાખલ કરવામાં આવ્યો છે. જે બાળક અપરિપક્વ અને કુપોષિત હોવાથી તેની સઘન સારવાર ચાલી રહી છે. જે બાળકના માતા-પિતા જી જી હોસ્પિટલમાં હાજર હતા, પરંતુ બાળકની બીમારી અને સારવાર માટે આર્થિક મદદની જરૂર હોવાથી તેઓ કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામમા રહેતા રમેશભાઇ જીવાભાઈ ગોજીયાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરે છે, તેનો સંપર્ક સાધ્યો હતો. જેથી રમેશભાઈએ સારવાર અર્થે એક હજાર રૂપિયા મોકલાવ્યા હતા. જે પૈસાની મદદથી સારવાર ચાલુ રખાઇ હતી. પરંતુ કુપોષિત બાળક મામલે માતા-પિતા વચ્ચે ઝઘડો થયો હતો.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA