રાજ્ય પોલીસ દળમાં ૧૨૯૮૮ ભરતી સીધી ગૃહ વિભાગ કરશે , ગુજરાત સરાકર દ્વારા નિર્ણય કરાયો
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની સરકારી ભરતીઓને લઇને પણ લેવાયો છે. અનેક વિવાદો અને પરીક્ષાઓમાં ગેરરીતિઓ બાદ હવે ર્નિણય લેવાયો છે કે, રાજ્યનાં પોલીસદળની ભરતીઓ રાજ્યનો ગૃહ વિભાગ જાતે કરશે. તેમાં બિનહથિયારધારી પીએસઆઇ, એએસઆઇ, કોન્સ્ટેબલ.. ઇન્ટેલિજન્સ ઓફિસર, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે વર્ગ ૩નાં કર્મચારીઓનો સમાવેશ થાય છે.
હવે આ ભરતીઓ ગૌણ સેવા પસંદગી મંડળ નહીં કરે. પોલીસદળની ૧૨ હજાર ૯૮૮ જગ્યાની ભરતીઓ હવે સીધી જ ગૃહવિભાગ દ્વારા કરાશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી સમિતિ દ્વારા છેલ્લા કેટલાક સમયથી લેવાતી પરીક્ષાઓ, પરિણામ, નિમણૂંક અને ભરતી જેવા મુદ્દાઓને લઇને અનેક વિવાદો અને આંદોલનો થતાં હતાં તેને લઇને હવે આ ર્નિણય લેવાયો છે. જો કે, ભરતી પ્રક્રિયા તો એ જ રહેશે. પણ ભરતીમાં થતાં કૌભાંડો અટકશે એવું મનાઇ રહ્યું છે. બીજી તરફ તમે સ્નાતક થયેલા છો. ડીગ્રી ધરાવો છો અને તમારે કોઇ સરકારી બેંકમાં અથવા તો સરકારી ઓફિસમાં પટાવાળાની નોકરી કરવી છે. તો તમે નહીં કરી શકો. સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપતા કહ્યું કે, પટાવાળાનાં પદ માટે સ્નાતકની જરૂર નથી. ગુજરાત સહિત દેશભરમાં એક સરકારની નોકરીની જાહેરાત બહાર પડે અને હજારો લોકો તેની માટે અરજી કરે છે. શિક્ષિતોની બેરોજગારીનો આલમ એ છે કે પટાવાળાની નોકરી માટે પણ સ્નાતકો અને ડબલ ગ્રેજ્યુએટ્સ અરજી કરે છે. પણ સુપ્રીમ કોર્ટ કહી દીધું છે કે, ઓછી લાયકાતવાળાની જરૂર હોય તેવી નોકરી વધુ લાયકાતવાળા કરી શકશે નહીં. એટલે ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ બાર પાસવાળી પટાવાળાની નોકરી કરી સકશે નહીં. સુપ્રિમ કોર્ટે ઓડિશાનાં એક કેસમાં ચુકાદો આપતા પંજાબ નેશનલ બેંકનાં એક પટાવાળાની સેવાઓ સમાપ્ત કરવાનો આદેશ કર્યો છે. કેમ કે, બાર પાસની જરૂર હોય તે નોકરીમાં આ વ્યક્તિએ સ્નાતક થઇને નોકરી લીધી હતી. તેણે માત્ર પોતાની ૧૨માં ધોરણની ડીગ્રી રજૂ કરી હતી અને સ્નાતકનું સર્ટિફિકેટ છુપાવ્યું હતું. ત્યારે સુપ્રીમ કોર્ટે એ દલીલનો અસ્વીકાર કર્યો કે વધારે યોગ્યતા એ અયોગ્યતાનો આધાર ન હોઇ શકે. સુપ્રીમ કોર્ટે બેંકની અરજી પણ ચૂકાદો આપતા કહ્યું કે, બેંકે પોતાની જાહેરાતમાં સ્પષ્ટ લખ્યું હતું કે, ઉમેદવાર સ્નાતક ન હોવો જોઇએ. પણ જ્યારે એક સ્નાતક વ્યક્તિ પટાવાળાની ૧૨ પાસની ડીગ્રી પર નોકરી કરવા તૈયાર થાય છે ત્યારે બેરોજગારીનું દેશમાં શું સ્તર છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/
https://www.facebook.com/naitik.samachar
https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA