ઇન્ડિકા વિસ્ટા ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ જો જથ્થો બાવળા પોલીસે ઝડપી પાડ્યો, કુલ 1,28,000/- નો મુદ્દામાલ કબ્જે કર્યો,
મ્હે.આઇ.જી.પી શ્રી કે જી ભાટી સાહેબ અમદાવાદ રેન્જ તથા મ્હે, પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વિરેન્દ્રસીંગ યાદવ સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામાં પ્રોહિ ડ્રાઇવ નુ આયોજન કરી પ્રોહિ-જુગારની ગે.કા પ્રવૃતિસદંત નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીના રાઠવા સાહેબ ધોળકા વિભાગ ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ તથા આર ડી સગર પોલીસ ઇન્સ્પેક્ટર બાવળા પો.સ્ટે નાઓની સુચના મુજબ અ.હે.કો પ્રવિણસિંહ તથા આ.પો.કોન્સ મેરૂભા તથા આ.પો.કોન્સ અશોકસિહ તથા અ.પો.કો કીરીટસિંહ તથા અ.પો.કો જયવીરસિંહ તથા અ.પો.કો રાજેન્દ્રસિંહ એ રીતેના પોલીસના માણસો ને પો.સ્ટે વિસ્તારમા પ્રોહિ જુગારની બદી નેસ્ત-નાબુદ કરવા પો.ઇન્સ શ્રી એ સૂચના કરેલ અને સાથેના પો.કો મેરૂભા નાઓને બાતમી હકિકત મળેલ કે દેવ ધોલેરા તરફથી એક સીલ્વર કલરની ટાટા કપંનીની ઇન્ડીગો વિસ્ટા ગાડી પર પ્રાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગાડીમા ભરી કેરાળા જી.આઇ.ડી.સી. તરફ આવે છે અને ગે.કા રીતે વેચાણ કરે કરાવે છે અને હાલમા તે વિદેશી દારૂ ભરી કેરાળા તરફ આવી રહી છે જે બાતમી આધારે પોલીસના માણસો ખાનગી વાહનમા બેસી કેરાળા સહયોગ હોટલથી દેવ ધોલેરા તરફ જતા હતા તે સમય દરમિયાન બલદાણા ગામ પાસે આવેલ (ખોડિયાર પેટ્રોલીયમ) એસારના પેટ્રોલ પંપ નજીક પાસે પહોંચતા સામે દેવ ધોલેરા તરફથી બાતમી હકિકત મુજબની એક સીલ્વર કલરની ટાટા કપંનીની ઇન્ડીકા વિસ્ટા ગાડી કેરાળા તરફ આવતી સામી મળેલ જે ગાડીને અમો પોલીસના માણસો એ ખાનગી ગાડીથી આડાસ કરી પોલીસના માણસો એ કોર્ડન કરી રોડની સાઇડમા ઉભી રખાવેલ જેની અંદર તપાસ કરતા કુલ ત્રણ ઇસમો બેઠેલ જે ત્રણેય ઇસમોને મહાજેહમત થી પકડી પાડેલ અને તેમની પાસે રહેલ ઇન્ડીકા ગાડીમા અંદર તપાસ કરતા ગાડીની પાછળની સીટમાથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ઓફિસર ચોઇસ ક્લાસીક વિસ્કિ ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલીના અંગ્રેજી માર્કાની ૭૫૦ મી.લીની કંપની સીલ બંધ હાલતની ફુલ યાંચ પેટી બોટલ નંગ-૬0 કિમંત રૂ.૩૦,૦૦૦/તથા ઓફિસર ચોઇસ ક્લાસીક વિસ્કિ ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી ના
અંગ્રેજી માર્કાની ૩૭૫ મી.લીની કંપની સીલ બંધ હાલતની કુલ ત્રણ પેટી બોટલ નંગ-૭૨ કિમંત રૂ।.૧૮,૦૦૦/તથા સીલ્વર કલરની એક ટાટા કપંનીની ઇન્ડીગો વિસ્ટા ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર Gj01KE7990 કિ.રૂ.૮૦,૦૦૦/ની ગણી કુલ કિ.રૂ.૧,૨૮,૦૦૦/ના મુદ્દામાલના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યાવહિ કરવામા આવેલ છે
પકડાયેલ ઇસમોના નામ
(૧)ભારદ્વાજસિંહ ચમનસિંહ સોલંકી રહે.છનીયાર તા.દેત્રોજ જી.અમદાવાદ
(2)દેવેન્દ્રસિહ શત્રુભા ઝાલા રહે. રહે.છનીયાર તા.દેત્રોજ જી.અમદાવાદ
મુળ રહે.ઝીંઝુવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર
(૩)વિજયભાઇ શામજીભાઇ સાપરા(કો.પટેલ) રહે.મોટી કિશોલ તા.વિરમગામ જી.અમદાવાદ
યુવરાજસિંહ ઝાલા
બાવળા
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/