રાજકોટની યુવતી સાથે અલગ-અલગ સ્થળે ગેંગરેપની ફરિયાદ ,નોકરી અપાવવાની લાલચ આપી યુવતીને ફસાવી
રાજકોટની યુવતી સાથે અલગ-અલગ સ્થળે ગેંગરેપની ફરિયાદ ,નોકરી અપાવવાની લાલચ આપી યુવતીને ફસાવી
અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં ૫ નરાધમો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઈ છે. રાજકોટની યુવતીને કોર્પોરેટર હાઉસમાં નોકરી આપવાની લાલચ આપી સોનેરી ભવિષ્ય બનાવવાના સપના બતાવી દુષ્કર્મ આચર્યું છે. આરોપીઓએ એમડી ડ્રગ્સનો નશો કરી ગેંગરેપ કાર્યાનો આક્ષેપ પણ ફરિયાદમાં કરાયો છે. ત્યારે ગેંગરેપ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.
રાજકોટમાં રહેતી ૨૧ વર્ષીય યુવતીને ઓનલાઈન રિક્વેસ્ટ મોકલીને હવસનાં પુજારીઓએ તેને જાળમાં ફસાવી હતી. અને બાદમાં નોકરીની લાલચ આપીને અમદાવાદ બોલાવી હતી. ઓનલાઈન રિક્વેસ્ટ અને નોકરીનાં ભરોસે ૨૧ વર્ષીય યુવતી અમદાવાદ તો આવી ગઈ. પણ તે પછી તેની શું હાલત થશે તે અંગે તેણે ક્યારેય સપને પણ નહીં વિચાર્યું હોય. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, એક યુવતીની જિંદગી બનાવવાનું કહી જિંદગી બરબાદ કરી નાખી છે. આરોપી પ્રજ્ઞેશ પટેલ. માલદેવ ભરવાડ અને જીતેન્દ્ર ગોસ્વામીએ પોતાના અન્ય સાગરીતો સાથે મળી યુવતી સાથે અવાર નવાર ગેંગ રેપ કર્યો અને એ પણ નશીલી વસ્તુઓનું સેવન કરીને. યુવતીને કામ આપવાના બહાને આબુ અને રાજસ્થાન લઈ જઈ ત્યાં પણ ગેંગ રેપ કર્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. જોકે આ ગુનામા મદદ કરનાર જયમીન પટેલ અન પ્રજ્ઞેશની પત્નિ નીલમ પટેલ વિરુધ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે યુવતી આરોપી માલદેવના સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ આરોપી માલદેવે પોતાના મિત્ર જીતેન્દ્ર ગોસ્વામી અને પ્રજ્ઞેશ પટેલ સાથે મિત્રતા કરાવી હતી. આરોપીઓ યુવતીને કહયુ હતું કે, તે લોકો ખુબજ મોટા લોકોને ઓળખે છે અને ફરિયાદીનું ભવિષ્ય બનાવી દેશે તેમ કહી ફરિયાદીને અલગ અલગ હોટેલ અને આરોપીના ફ્લેટમાં રેપ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓનો ઇતિહાસ પણ ગુનાહિત છે અને મુખ્ય આરોપી પ્રજ્ઞેશ પટેલ વિરુધ્ધ ૧૦ અને જીતેન્દ્ર ગોસ્વામી વિરુધ્ધ ૫ ગુના છે. ઉપરાંત માલદેવ ભરવાડ વિરુધ્ધ પણ ૮ ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે. હાલમાં જ સોલા પોલીસ સ્ટેશનના એક છેતરપિંડીના ગુનામાં પ્રજ્ઞેશ અને જીતેન્દ્ર જેલમાં છે અને માલદેવ ભરવાડ પણ સરખેજના એક ગુનામાં હાલમાં જામીન ઉપર બહાર આવ્યો છે. અત્રે નોંધનીય છે કે હાલ ક્રાઈમ બ્રાન્ચ પુરાવા એકત્રિત કરી રહી છે અને ટૂંક સમયમાં મુખ્ય આરોપીઓને જેલ માંથી કસ્ટડી મેળવી લેશે. સાથો સાથ આ ગુનામાં અન્ય ૨ આરોપી જૈમીન પટેલ અને નીલમ પટેલ કે જેણે ફરિયાદીનો પાસપોર્ટ પડાવી લીધો હતો. સાથે સાથે આરોપી એમડી ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસેથી મેળવતા હતા તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવશે. ત્યારે જોવુ એ રહ્યુ કે આખરે પોલીસ તપાસમાં શુ સામે આવે છે. અમદાવાદમાં પાંચ યુવાનોએ દારૂ અને એમડી ડ્રગ્સનો નશો કરીને યુવતીને કેફી પીણું પીવડાવ્યું હતું. અને બાદમાં તેની પર ગેંગરેપ કર્યો હતો. અમદાવાદમાં પ્રથમ હોટેલમાં રોકાયા બાદ દરરોજ અલગ-અલગ જગ્યાઓએ યુવતી પર ગેંગરેપ કરવામાં આવતો હતો. એટલે સુધી કે ગાડીમાં પણ યુવતી પર હવસખોરોએ દુષ્કર્મ આચર્યું હતું. હાલ ગેંગરેપ પીડિતા ૨૧ વર્ષીય યુવતીની હાલત ખુબ જ નાજુક છે. અને આ મામલે અમદાવાદ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પ્રજ્ઞેશ પટેલ, જીતેન્દ્રપુરી ગોસ્વામી, માલદેવ ભરવાડ, જયમીન પટેલ અને નીલમ પટેલને આરોપીઓ તરીકે દર્શાવાયા છે. આ તમામ આરોપીઓએ યુવતીને ધમકી પણ આપી હતી કે, ફરિયાદ કરશે તો જાનથી મારી દઈશું. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/