આરોગ્યગુજરાતવ્યાપાર

ડાંગ જિલ્લામાં ભાજપના વિજયભાઇ પટેલનો જંગી બહુમતી સાથે વિજય , ડાંગ 59500 અને પોસ્ટલ બેલેટની ગણતરી સાથે 60095 મતોથી વિજય પટેલનો વિજય

ડાંગ જિલ્લામાં ભાજપના વિજયભાઇ પટેલનો જંગી બહુમતી સાથે વિજય , ડાંગ 59500 અને પોસ્ટલ બેલેટની ગણતરી સાથે 60095 મતોથી વિજય પટેલનો વિજય

ડાંગ જિલ્લા 173 વિધાનસભા બેઠક માટે પ્રથમવાર પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં આજરોજ મતગણતરી વખતે ભાજપ પક્ષનાં ઉમેદવાર વિજયભાઈ પટેલ શરૂઆત થી ભારે મતોથી આગળ રહ્યાં હતાં. જ્યારે કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર ને ભાજપ ઉમેદવાર ની સામે 50% ટકા પણ મત ન મળતાં કોંગ્રેસ ની છાવણીમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો.

ડાંગ જિલ્લાની173 વિધાનસભા બેઠક માટે 3 નવેમ્બરે મતદાન થયું હતું. આજરોજ સરકારી વાણિજ્ય કોલેજ આહવા ખાતે ચુસ્ત બંદોબસ્ત માં મતગણતરી કરવામાં આવી હતી. ડાંગ વહીવટી તંત્ર દ્વારા મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે 200 કર્મચારીઓ અને 300 જેટલાં સીઆરપીએફ નાં જવાનોને તૈનાત કર્યા હતા.
ડાંગ જિલ્લામાં 311 ગામડાઓમાં કુલ 357 બુથ ઉપર મતદાન થયું હતું. જેમાં કુલ 75.01% મતદાન થયું હતું. જે ગુજરાત ની 8 વિધાનસભા બેઠક ની પેટા ચૂંટણી માં સૌથી વધુ મતદાન હતું. ત્યારે આજરોજ મતગણતરી વખતે શરૂઆત થી જ લીડ સાથે ભાજપ ઉમેદવાર વિજયભાઈ પટેલ આગળ રહ્યા હતા. જ્યારે કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર સુર્યકાન્ત ગાવીતને નજીવા મત મળ્યાં હતાં. કોંગ્રેસ નો ગઠ ગણતાં ડાંગ જિલ્લામાં કોંગ્રેસ ઉમેદવાર ને નજીવા મત મળતાં કોંગ્રેસ ની છાવણીમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. ડાંગ બેઠક ઉપર વર્ષોથી કોંગ્રેસ નો કબ્જો હતો જે આજે ભાજપે છીનવી લેતાં કોંગ્રેસ ની છાવણીમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે. ફક્ત એકવાર જીત મેળવેલ ભાજપ પક્ષે ડાંગ બેઠક ઉપર પ્રચંડ બહુમત મેળવતાં ભાજપનાં કાર્યકરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. ભાજપના કાર્યકરોએ વિજયભાઈ પટેલની જીતને વધાવી લીધી હતી.
ઐતિહાસિક જીતના દાવેદરોમાં ભાજપના વીજયભાઈ પટેલ, 94006મત,કોંગ્રેસના સૂર્યકાન્ત ગાવીતને 33911,બિટીપી ને 1234,અપક્ષ ના જીતુભાઈ 396,દિનેશ હાડળ ને 314,ચિરાગભાઈ 428,મનુભાઈ 542,નિલેશભાઈ 400, મુકેશભાઈ ને 928 મતો જ્યારે નોટામાં 2939 મતો પડ્યા હતા. ભાજપના ઉમેદવાર વિજયભાઇ પટેલે પ્રથમ રાઉન્ડમાં જ લીડ સાથે શરૂઆત કરી હતી. જે છેલ્લે સુધી જારી રહેતા જંગી બહુમતીથી વીજય રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે ડાંગ જિલ્લામાં વિધાનસભા પેટા ચૂટણીના ખરા શિલ્પીઓ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા,સુરત પશ્ચિમ ના ધારાસભ્ય પુરણેશભાઈ મોદી,સંગઠન પ્રભારી અશોકભાઈ ધોરજીયાને ફાળે જાય છે.આ ત્રિપુટીએ વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતું ડાંગ જિલ્લામાં બુથ લેવલથી ઘરેઘરે જઈ લોકોને ભાજપે કરેલા વિકાસને માહિતગાર કરી પાર્ટી પ્રત્યે વિશ્વાસ સંપાદન કર્યો હતો. મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા જાણે ખુદ પોતાની ચૂંટણી લડી રહ્યા હોય તેવા જુસ્સા થી બુથ અને શક્તિ કેન્દ્રોમાં સભાઓ થકી કાર્યકર્તાઓ સહિત મતદારોને આકર્ષવા સફળ થયા છે.આ સાથે જ ભાજપના જિલ્લા બહારના કાર્યકર્તાઓની ફોજ અને જાણે યુદ્ધ જીતવાની કરવામાં આવેલ યુઘ્ધઅભ્યાસ ભાજપા ને ઐતિહાસિક જીત અપાવવા કારગર નીવડી છે.

લેખરાજ સામાનાની
ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button