ડાંગ ના સુબીર તાલુકા ના કેશબંધ ગામના ખેતર માથી દીપડા નો મૃતદેહ મળી આવ્યો ,
ડાંગ ના સુબીર તાલુકા ના કેશબંધ ગામનાં એક ખેતર માથી સળી ગયેલ હાલત માં દીપડાનો મૃત દેહ મળી આવતા ગામમાં માં અફરા તફરી મચી ગઈ હતી સ્થાનિક લોકો નાં કહ્યા અનુસાર દીપડો બે થી ત્રણ દિવસ પહેલા મરણ પામ્યો હશે પણ કોઈ ને ખબરના પડી પછી વાસ આવવાથી ક્યાંથી વાસ આવે છે તે જોતા ખબર પડી કે એક ખેતર માં મૃત હાલત માં દીપડો પડ્યો છે તેનું શરીર સડી જવાથી તેની વાસ આવે છે અને લોકો એ તરતજ વન વિભાગ ને જાણ કરતા વન વિભાગ ની ટીમ ઘટના સ્થળે પહોચી દીપડા નાં મૃત શરીર ને કબજે કરી આગળની કાર્યવાહી ધરી.
દીપડાનાં મોત નુ કારણ શું ? તે વન વિભાગની ટીમ ને પૂછતા વન વિભાગ એ જણાવ્યું હતું કે દીપડો કુદરતી રીતે મૃત્યુ પામ્યો હોવાનુ પ્રાથમિક દેખાઈ રહ્યું છે અને દીપડા ના પોસમોર્ટન પછી સાચી માહિતી આપશું
લેખરાજ સામનાની
ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/