સાપુતારા ખાતેથી મળેલ શંકાસ્પદ લાશ અંગે શંકાના આધારે એક યુવતી સહિત ત્રણ ની અટકાયત!
સાપુતારા ખાતેથી મળેલ શંકાસ્પદ લાશ અંગે શંકાના આધારે એક યુવતી સહિત ત્રણ ની અટકાયત!
ગિરિમથક સાપુતારા ખાતેના સનરાઈઝ પોઈન્ટ પર 7 નવેમ્બરે અજાણ્યા ઇસમનું ગળેફાંસો ખાધેલ હાલતમાં શંકાસ્પદ મળી આવેલ મૃતદેહમાં ડાંગ પોલીસે લૂંટના ઇરાદે ડ્રાઇવરની હત્યા કરવામાં આવી હોવાનો સંભાવના સાથે 2 ઇસમ અને એક યુવતીની શંકાના આધારે અટક કરી તપાસ હાથ ધરતા અકસ્માત મોત ઘટનામાં નવો વળાંક આવવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા ના સનરાઈઝ પોઈન્ટ ઉપર ગત 7 નવેમ્બરે સવારે શંકાસ્પદ હાલતમાં એક યુવાન નો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક રવીરાજસિંહજાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સહિત પોલીસ ટીમે હાથ ધરેલ તપાસમાં મૃતક યુવાન ટૂંડી તા ઉમરપાડા .જી સુરત નો રહેવાસી હોવાનો અને ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ ડાંગ પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા સાપુતારા સનરાઈઝ પોઈન્ટ પાસે આવેલા સીસીટીવી કેમેરા માં 7 નવેમ્બરે મળસ્કે પસાર થયેલ પ્રવાસી કાર દેખાતા કોકડું શંકાસ્પદ દેખાયું હતું.હાલ ડાંગ પોલીસે સાપુતારા સનરાઈઝ પોઈન્ટ પર થયેલ શંકાસ્પદ મોત અંગે બે ઈસમો અને એક યુવતીને શંકા ના આધારે અટક કરી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે, તેવામાં સાપુતારા સનરાઈઝ પોઈન્ટ પર 7 નવેમ્બરે મળેલ મૃતદેહ આપઘાત હતો કે હત્યા એ પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે.
લેખરાજ સામનાની
ડાંગ
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/