નદેશરી GIDC માં આવેલ સૂદીપ ફાર્મા કંપની માં કોન્ટ્રાકટ કર્મચારી નું મોત(પરીવાર જનોની વળતર ની માગ)

*નંદેશરી GIDC માં આવેલ સુદીપ ફાર્મા કંપની માં કોન્ટ્રાકટ કર્મચારી નું મોત નિપજ્યું હતું લગભગ બપોરે ના 11:30 વાગ્યા ની આસપાસ બનાવ બન્યો હતો.*
*મળતી માહિતી અનુસાર નંદેશરી GIDC માં આવેલ સુદીપ ફાર્મા કંપની કોન્ટ્રાકટ માં કામ કરતા નામે વનરાજ ઉદેસિંહ ગોહીલ રહેવાસી સાભાઈપુરા અનગઢ સિવિલ નું કામ કર્તા સેફટી ના અભાવે ઉંચાઈ પરથી પડવાથી જવાથી મોત નિપજ્યું હતું.*
વડોદરા ના છાણી પાસે શ્રીજી હોસ્પિટલ માં મુત્યુ પામનાર વ્યક્તિ ને લંઈ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલ માં તે વ્યક્તિ ને મૂર્ત જાહેર કરવામાં આવેલ હતો.
આવા અવારનવાર બનાવો કાયમને માટે નંદેસરી જીઆઈડીસી માં બંનતા આવ્યા છે. હવે ચોક્કસ સાબીત થઈ રહ્યુ છે કે માણસો ની કીમત કોડી સમાન ગણવામાં આવી રહી છે.
પરિવાર જનોની કંપની પાસે વળતર ની માંગ છે,
આવા કેટલાય બનાવોને ઢાંકપિછોડો કરી દબાવી દેવા માં આવે છે.આવા બનાવ અંગે સાચા મીડીયા મિત્રોનેે પન અંધારામાં રાખવાં માં આવે છે.
સરકાર તંત્ર એ ખરેખર જાગવાની જરૂર છે.
મજૂર સંગ અને માનવ અધિકાર પંચે અને સામાજિક આગેવાનો એ આગળ આવવા ની જરૂર છે.કારણ સરકાર તંત્ર ની લાપરવાહી ના લીધે મજુર વર્ગો નુ શોષણ થાય છે અને મોતને ભેટે છે.