આરોગ્યગુજરાતજીવનશૈલીદેશ દુનિયારાજકારણવ્યાપાર

પેટ્રોલ-ડિઝલ બાદ રાંધણ ગેસના ભાવમાં પણ વધારો ,કોરોના કાળમાં લોકોને ભાવ વધારોનો માર

પેટ્રોલ-ડિઝલ બાદ રાંધણ ગેસના ભાવમાં પણ વધારો ,કોરોના કાળમાં લોકોને ભાવ વધારોનો માર


કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં રોજેરોજ કમ્મરતોડ વધારો નોંધાઈ રહ્યો છે ત્યાં હવે એલપીજી ગેસ સિલિન્ડિરના ભાવમાં વધારો થયો છે. આ ભાવ વધારાના કારણે લોકોના રસોડા પર પણ ગંભીર અસર પડશે. પાંચ મહિના બાદ આ ભાવ વધારો ઝિંકવામાં આવ્યો છે. દેશભરમાં સબસિડી વિનાના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં એક જ સાથે રૂપિયા ૫૦નો વધારો ઝિંકવામાં આવ્યો છે. આઈઓસીએ ડિસેમ્બર માટે ગેસના ભાવ જાહેર કરી દીધા છે. છેલ્લા પાંચ મહિના બાદ પહેલીવાર સબસિડી વિનાના એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ વધારો થયો છે. આઈઓસીની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે આ વધારા સાથે જ ૧૪.૨ કિલોગ્રામવાળા સબસિડી વિનાના એલપીજી ગેસ સિલિન્ડરના ડિસેમ્બર માટે દિલ્હીમાં ૬૪૪ રૂપિયા થઇ ગયા છે. અગાઉ દિલ્હીમાં ભાવ ૫૯૪ રૂપિયા હતા. તો કલકત્તામાં પણ ભાવ વધીને હવે ૬૭૦.૫૦ પૈસા થઇ ગયો છે. મુંબઇમાં સબસિડી વિનાના એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ ૫૯૪ રૂપિયાથી વધીને ૬૪૪ રૂપિયા થઇ ગયો છે. આ અગાઉ જુલાઇ મહિલામાં ઓઇલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કર્યો હતો. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સરકારે કોરોના મહામારીના લીધે ઘરેલૂ એલપીજી ગેસ સિલિન્ડર પણ આપ્યા ન હતા. જેથી સરકારે સીધે સીધા ૨૦ હજાર કરોડ રૂપિયાની બચત થઇ હતી. હવે ૫ મહિના બાદ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો જાહેર કર્યો છે. ઓઇલ કંપનીઓ દર મહિને ભાવ જાહેર કરતી હોય છે.

 

નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો

https://www.facebook.com/NS-News-1863839916995616/

https://www.facebook.com/naitik.samachar

www.nsnews.in

https://www.youtube.com/channel/UCZ0quEJMc8OK3Bw7S60E_IA

NS News

હંમેશા સત્ય સાથે

Related Articles

Back to top button