થોડા સપ્તાહમાં વેક્સિન : હેલ્થકેર વર્કર્સ-વૃદ્ધોને પહેલાં રસી અપાશે ,કોરોના વેક્સિન અંગે વડાપ્રધાને તમામ પક્ષના નેતાઓને અપડેટ આપ્યું
થોડા સપ્તાહમાં વેક્સિન : હેલ્થકેર વર્કર્સ-વૃદ્ધોને પહેલાં રસી અપાશે ,કોરોના વેક્સિન અંગે વડાપ્રધાને તમામ પક્ષના નેતાઓને અપડેટ આપ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ રસી અંગે તમામ પક્ષના નેતાઓને અપડેટ આપ્યું છે. શુક્રવારે સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે, રસીના સ્ટોક અને રીયલ ટાઇમ માહિતી માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોવિડની રસીકરણ અભિયાન વ્યાપકપણે ફેલાશે. તેમણે કહ્યું કે, આવા અભિયાનો સામે અફવા ફેલાવવામાં આવે છે. તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે તેઓ લોકોને રસી વિશે જાગૃત કરે. પીએમ મોદીએ કહ્યું કે, નિષ્ણાતો માને છે કે, કોવિડ રસી આગામી કેટલાક અઠવાડિયામાં તૈયાર થઈ જશે. પીએમએ કહ્યું, અમારા વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે તેઓ ટૂંક સમયમાં કોરોના રસીમાં સફળ થવાના છે. સમગ્ર વિશ્વની નજર દેશમાં બનાવવામાં આવેલી સૌથી સલામત અને સસ્તી રસી પર છે. પીએમે કહ્યું કે, નિષ્ણાતોએ આગાહી કરી છે કે, આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના રસી તૈયાર થઈ જશે. વૈજ્ઞાનિકો દ્વારા રસીને લીલી ઝંડી મળતાની સાથે જ ભારતમાં લોકોને રસી આપવાની શરૂઆત કરાશે. સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, કોરોના રસી પહેલા હેલ્થકેયર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને આપવામાં આવશે. પીએમએ કહ્યું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે પણ રસીના કિંમત અંગે ચર્ચા કરી રહી છે અને પબ્લિક હેલ્થ પ્રત્યે સૌથી વધુ ધ્યાન આપીને ર્નિણય લેવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો રસીના વિતરણ પર ઝડપથી કામગીરી કરી રહી છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં માત્ર રસીકરણની કુશળતા જ નથી, પરંતુ ક્ષમતા પણ છે. વડાપ્રધાને કોવિડ રસીના ભાવ વિશે સ્પષ્ટ રીતે કંઈ કહ્યું નહીં, પરંતુ સબસિડી ઉપલબ્ધ થશે તેવો સંકેત આપ્યો. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો રસીના ખર્ચ અંગે ચર્ચા કરી રહી છે. તેમણે કહ્યું કે, આ અંગેનો ર્નિણય જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે અને તેમાં રાજ્ય સરકારોની મહત્ત્વની ભૂમિકા રહેશે. પીએમ મોદીએ બેઠક પછી કહ્યું હતું કે ભારતે ફેબ્રુઆરી-માર્ચના ભયથી ભરેલા વાતાવરણથી આજે વિશ્વાસ અને અપેક્ષાના વાતાવરણ સુધીની ખૂબ જ લાંબી મુસાફરી કરી છે. હવે જ્યારે આપણે રસીની ખૂબ નજીક છીએ તે ત્યારે તે જ લોકભાગીદારી, તે જ સાઈન્ટિફિક એપ્રોચ, તે જ સહકાર ભવિષ્યમાં પણ ખૂબ જ જરૂરી છે. બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે ટોચના કેન્દ્રીય પ્રધાનો પણ હાજર હતા. બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંધોપાધ્યાય, એનસીપીના શરદ પવાર, ટીઆરએસના એન.એન.રાવ, શિવસેનાના વિનાયક રાઉત બેઠકમાં સામેલ થયા હતા. રોગચાળો શરૂ થયા પછી ચેપની સ્થિતિ અંગે ચર્ચા કરવા સરકાર દ્વારા આ બીજી સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી.
નૈતિક સમાચાર (NS NEWS)
વધુ સમાચાર માટે અમારા પેજ-ચેનલ અને વેબસાઈટ ને Follow-Like અને subscribe કરો
https://www.facebook.com/NS-News-1863839916995616/