આહવા : ડાંગ ના વડા મથક આહવા નગરનું એક માત્ર આવેલ તળાવ,જાહેર શૌચાલય અને આહવા નગરનાં આ હાલત નો જવાબદાર કોણ ?
ડાંગ જિલ્લા નું વડા મથક કે જયાં ડાંગ જિલ્લા ની તમામ વિભાગોની કચેરીઓ આવેલી છે અને ત્યા લગભગ આ આહવા નગરમા જિલ્લા ના વર્ગ -૧ થી માંડી ની ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના કર્મચારીગણ તેમના કુટુંબીઓ સહિત આહવા નગરની જનતા મળી લગભગ અંદાજીત ૧૬ હજાર ની વસ્તી થતી છે અને દરરોજ આવન જાવન કરતી પબ્લિક તો અલગ અને આ આહવા નગર ની સુશોભિત કરી શોભા વધારી રહેલ એક માત્ર આવેલ આહવા નગર નું તળાવ આજે કોઈ ધણીધાકર વગરનું અહેસાશ આજે સ્થાનિકો કરી રહ્યા છે દસ વર્ષ અગાવુ આ તળાવ સ્વચ્છ અને સારી પરિષ્થિતિ મા દેખાતુ હતુ પણ હાલ કહેવાય છે તેમ સ્વચ્છ ભારતના સુત્ર ની નજર લાગી હોય તેમ છેલ્લા પાંચ – સાત વર્ષ થી આ તળાવની કોઈ કાળજી નહીં રખાતા તેમા જળકુંભી ના છોડ આખા પાણી ઉપર પ્રસરી જતાં આ તળાવ માત્ર શોભાના ગાંઠિયા સમાન જ છે જાણવા મળેલ માહિતી મુજબ ગત વર્ષ (લોક્ડાઉનને ધ્યાને લેતા )ને બાદ કરતાં દર વર્ષ સ્થાનિક તંત્ર દ્વારા મોટી મોટી રકમ મંજુર કરી નામ પૂરતાં ઉંડા કરવાની કામગીરીએ થતી હતી પણ તેનુ કોઈ પરિણામ આજદિન સુધી આવેલ નથી તેમજ હાલ આખું તળાવ ઘણુજ ખરાબ થઈ રહેલ હોવા છંતા સ્થાનિક ડાંગ વહીવટી તંત્ર કે સ્થાનિક આહવા ગ્રામ પંચાયત દ્વારા પણ કોઈ નકકર પગલા લેવામા નથી આવી રહ્યાની ચર્ચાઓ થવા માંડી છે સાથે સાથે આહવા નગરના સરદાર બજાર પાસે આવેલ એક માત્ર જાહેર શૌચાલય ની પણ બદ્દહાલત છે તેમજ આહવા નગર ના કેટલાક વિસ્તાર ના ઉકરડાઓ પર કચરુ તો ઠીક પણ ઇંગ્લિશ દારૂ ની ખાલી બોટલો નો પણ મોટો જમાવડો જોવા મળી રહેવા પામેલ છે ત્યારે ડાંગનું સ્થાનિક વહીવટી તંત્ર તથા આહવા ગ્રામ પંચાયત ના હોદ્દેદારો વહેલી તકે જાગે અને આહવા નગર ને ‘ સ્વચ્છ ભારત ‘ નું આહવા નગર ને સ્વચ્છ નગર બનાવે એજ લોક માંગ ઉઠવા પામી છે
લેખરાજ સામનાની